ઉપલેટાના અગ્રણીએ ચારિત્ર્ય પર આક્ષેપ કરનારને બે કરોડની બદનક્ષીની ફટકારી નોટિસ
ઉપલેટાના સોની અગ્રણીના ચારિત્રય પર આક્ષૅપ કરનારને સોની અગ્રણી ગુણવંતભાઇ રાણીંગાએ બે કરોડની બદનક્ષીની નોટીસ ફટકારી છે.
ઉપલેટાના સોની સમાજમાં આગવું નામ ધરાવતા ગુણવંતભાઈ જેરામભાઈ રાણીંગાને બદનામ કરવાના બદ ઈરાદાથી ઉપલેટાના જ કપિલ હરિભાઈ રાણીંગા તેમના વ્યક્તિગત રાગ દ્વેશથી પીડાઈ અને છેલ્લા લાંબા સમયથી તદ્દન ખોટી હકીકતો ખરી હોવાનું જણાવી રહ્યા હતા. તેઓ અવારનવાર રાત્રે બે કે ત્રણ વાગ્યાના અરસામાં ગુણવંતભાઈ રાણીગાને ફોન કરી અને ગાળો આપતા તથા ગુણવંતભાઈ રાણીગાના ચારિત્ર અંગે તદ્દન ખોટા આક્ષેપો કરતા રહ્યા છે. પરંતુ "ક્ષમા વિરસ્ય ભૂષણમ" આ સિદ્ધાંતને ધ્યાને લઈ અને પોતાના પુત્રની ઉંમરના યુવાનને ગુણવંતભાઈ રાણીંગા હંમેશા માફ કરતા આવ્યા હતા. પરંતુ હાલમાં એક અખબારમાં ગુણવંતભાઈ રાણીંગા વિરુદ્ધ નવરાત્રી સમય દરમિયાન બહેન દીકરીઓની હાજરીમાં ગેરવર્તણુકના સમાચાર છપાવી તે બાબતનો ડિજિટલ માધ્યમથી કોઈ એક ચેનલમાં કપિલ હરિભાઈ રાણીગાએ ઇન્ટરવ્યૂ આપ્યો હતો. જેમાં પણ ગુણવંતભાઈ રાણીંગા વિરુદ્ધ નબળી વાતો કરવામાં આવી હતી. અને ત્યારબાદ આ અખબાર અને ડિજિટલ ઇન્ટરવ્યૂને . ઙરૂકપિલ હરિભાઈ રાણીંગા કેલાવી રહ્યા હતા. લાંબા સમયની માનસિક યાતના બાદ ભિાણવંતભાઈ રાણીગાએ ધોરાજી ના એડવોકેટ કાર્તિકેય મનોજભાઈ પારેખ મારફતે રૂપિયા બે કરોડની બદનક્ષી અંગેની નોટિસ પાઠવેલી છે.
ગુણવંતભાઈ રાણીંગા એવું વ્યક્તિત્વ છે કે 78 વર્ષની ઉંમરે પણ સમાજસેવાના અનેક કાર્યો કરી રહ્યા છે. દરિદ્ર નારાયણની સેવા માટે તેઓ તત્પર છે. અને ઘણા બધા ગરીબ વર્ગના લોકોને નિયમિત રીતે દવા મળી રહે તે માટે પ્રયત્નશીલ હોય છે. વિશ્વ ખ્યાતિ પ્રાપ્ત વિર નગર હોસ્પિટલના કેમ્પ છેલ્લા 23 વર્ષથી ઉપલેટા મુકામે કરી રહ્યા છે. ઉપલેટા પોરબંદર કેશોદ અને અનેક જગ્યાએ વિવિધ સંસ્થાઓ દ્વારા ભૂતકાળમાં ગુણવંતભાઈ રાણીગાનું બહુમાન કરવામાં આવેલું છે. શિક્ષણ અને કેળવણી ક્ષેત્રે પણ ગુણવંતભાઈ રાણીગાનું અભૂતપૂર્વ યોગદાન રહ્યું છે, અને જુદી જુદી સામાજિક શૈક્ષણિક સંસ્થાઓ સાથે તેમનું નિસ્વાર્થ જોડાણ અને માર્ગદર્શન મળતું રહ્યું છે.
ઉપલેટામાં લોઢીયા વાળી તરીકે ઓળખાતી ગિરનારા સોની સમાજની વાડીનું બંધારણ સ્પષ્ટ છે કે તેમના ટ્રસ્ટીઓ જ તેમનું સંચાલન કરે. તેમની સાધારણ સભા બોલાવવાનો કોઈપણ જાતનો હક સત્તા કે અધિકાર ટ્રસ્ટના બંધારણ મુજબ કોઈપણ સભ્યોને નથી. અને જો કોઈ આવી સાધારણ સભા બોલાવે અને તેમાં હાજર રહેનાર તેમાં મતદાન કરનાર તમામ વ્યક્તિ પણ ગેરકાયદેસર મંડળીના સભ્યો ગણી શકાય તેવી પરિસ્થિતિ છે, એવા સંજોગોમાં ઉપલેટાના કોઈ એક લીગલ બ્રીઇનની નજર આ કીમતી મિલકત અને વાડીના સંચાલન ઉપર પડેલી છે. હાલમાં ઉપલેટામાં મિલકતના ભાવ વધી જતા ગુણવંતભાઈ રાણીંગા એક અડીખમ યોદ્ધાની જેમ 78 વર્ષે પણ સેવાકીય કાર્યોમાં જોડાયેલા હોય, તેમને ટાર્ગેટ કરી અને તેમના વિશે તેમના ચારિત્ર વિશે નબળી વાતો ફેલાવી અને તેમને નિષ્ક્રિય કરવાનો નાહક પ્રયત્ન કપિલ રાણીંગા અને તેમના કોઈ મદદ કરતા દ્વારા કરવામાં આવેલો છે. પરંતુ સત્ય અને નિષ્ઠાપૂર્વકની સેવા કરનાર વ્યક્તિ ક્યારેય વિચલિત થતો નથી.
આવા સંજોગોમાં ગુણવંતભાઈ રાણીગાએ અદાલતના દ્વાર ખટખટાવતા પહેલા કપિલ રાણીગાને રૂૂપિયા બે કરોડ વળતર ચૂકવવા તથા માફી માંગવા માટે લેખિતમાં નોટિસ પાઠવી છે. અને આગળ કાયદાથી મળેલા તમામ હકો થી ફોજદારી તથા દીવાની રાહ સામે આવનાર તમામ વ્યક્તિઓ સામે લડી લેવાનો દ્રઢ સંકલ્પ ગુણવંતભાઈ રાણીંગા એ કરેલો છે. આ સંકલ્પને ગિરનારા સોની સમાજ ટ્રસ્ટી મંડળે ઠરાવ કરી અને સમર્થન પણ પાઠવેલુ છે.
