ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ઉપલેટાના ખેત મજૂરે વ્યાજે લીધેલ 1 લાખ ચૂકવી દીધા છતાં પાંચ લાખ પડાવવા ધમકી

01:02 PM Nov 05, 2025 IST | admin
Advertisement

પરિવારના ત્રણ સભ્યોની સારવાર માટે લીધેલી રકમ વ્યાજ સહિત ચૂકવ્યા છતાં વ્યાજખોરોનો ત્રાસ

Advertisement

ઉપલેટાના ખારચિયા(શહીદ) ગામે રહેતા ખેતમજૂરને પિતા તેમજ પરિવાર ના અન્ય સભ્યોની બીમારીની સારવાર માટે રૂૂપિયાની જરૂૂર પડતા જ્ઞાતિના જ એક આગેવાન પાસેથી 1 લાખ કટકે કટકે વ્યાજે લીધા હોય જે મૂળ રકમ અને વ્યાજ ચૂકવી દીધા છતાં વધુ પાંચ લાખની રકમ પડાવવા જ્ઞાતિના આગેવાને ત્રાસ આપી જ્ઞાતિ બહાર કાઢી નાખવાની ધમકી આપતા ભાયાવદર પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

મળતી વિગતો મુજબ ઉપલેટા ખાચરીયા (શહીદ) ગામના પ્રવિણભાઇ ભદાભાઈ મુરીયાણા (ઉ.વ. 30)ને નોંધાવેલી ફરીયાદમાં ગામના જગદીશ કેશુ મુરીયાણાનું નામ આપ્યું છે.ફરિયાદમાં જણાવ્યા મુજબ પ્રવીણભાઈ છુટ્ટક મજુરી કરી પરીવારનું ગુજરાન ચલાવે છે. પરીવારમાં ચાર ભાઈઓ તથા એક બહેન છે. વર્ષ 2021 માં પિતા ભદાભાઇને કોરોના થયેલ હતો અને તેઓને જુનાગઢ સારવારમાં દાખલ કરેલ ત્યારે પૈસાની જરૂૂર પડતા ગામના અમારી જ્ઞાતીના જગદીશનાથ કેશુનાથ મુરીયાણા કે જેઓ વ્યાજનો ધંધો કરતા હોઇ તેની પાસેથી 5% વ્યાજે રૂૂ.20,000 લીધા હતા.

ત્યારે જગદીશે વ્યાજ સમયસ2 મળી જાવુ જોઇએ નહિતર પેનલ્ટી લાગશે તેવુ કહેલ હતુ. જગદીશનાથને દરમહીને રૂૂ.1,000 વ્યાજ સમયસર આપતો હતો ત્યારબાદ સને 2022 ભાઈ અજય બીમાર હતો ત્યારે ફરી જગદીશનાથ પાસે માસીક 5% વ્યાજે રૂૂ.30,000 લીધેલ હતા. આમ કુલ 50,000 નું સમયસર વ્યાજ ભરતા હતા અને વ્યાજ ભરવા માં મોડુ થાય તો આ જગદીશનાથ સે ડબલ વ્યાજ લેતો હતો. બાદમાં ગયા વર્ષ દીવાળી ઉપર ભાઈ અશોકની દીકરી દાઝી જતા તેઓની સારવાર માટે પૈસાની જરૂૂરીયાત પડતા જગદીશ પાસેથી માસીક 5% વ્યાજે વધુ રૂૂ.50,000 લીધેલ હતા આમ પ્રવિણભાઇ કુલ રૂૂ.1 લાખ નું દરમહીને રૂૂ.5,000 વ્યાજ ભરતા હતા.

છેલ્લા છએક મહીનાથી પ્રવિણભાઇની આર્થીક સ્થીતી સારી ના હોઇ જેથી અમો સમયસર વ્યાજ આપી શકતા ના હોઈ જેથી જગદીશનાથ ઘરે આવીને પ્રવિણભાઇ તથા ભાઇ તથા મમ્મી બધાને ગાળો આપી વ્યાજની ઉઘરાણી કરતો હતો અને જો તેઓને સમયસર વ્યાજ નહિ આપવામાં આવે તો પરીવારને જાનથી મારી નાખવાની તેમજ નાત બહાર કરી નાખવાની ધમકી આપતો હતો. દીવાળીના આગલા દીવસે પ્રવીણભાઈને ધમકી આપી રૂૂ.9000 પડાવ્યા હતા. જગદીશનાથ પાસેથી કટકે કટકે રૂૂ.1,00,000 વ્યાજે લીધેલ હોય તેનું આશરે બે થી અઢી લાખ જે ટલુ વ્યાજ ચુકવી દીધેલ હોવા છતા મુળ રકમ તથા વ્યાજ સહીત રૂૂ. પાંચ લાખની ઉઘરાણી કરીને મારી નાખવાની ધમકી આપતા અંગે પોલીસ ફરિયાદ નોંધવતા ભાયાવદર પોલીસે વધુ તપાસ શરુ કરી છે.

Tags :
gujaratgujarat newsUpletaUpleta news
Advertisement
Next Article
Advertisement