કોટડા સાંગાણીના અરડોઇ ગામે કોર્ટ કેસના સાક્ષી ઉપર ઉપરસરપંચનો હુમલો
કોટડા સાંગાણીનાં અરડોઇ ગામે જેસીબી ચલાવવા બાબતે ચાલતી માથાકુટમા થયેલી પોલીસ ફરીયાદનાં સાક્ષીને ઉપ સરપંચે ફરીયાદ માથી સાક્ષી તરીકે હટી જવા ધમકી આપી હુમલો કરતા આ મામલે પોલીસ ફરીયાદ નોંધાવી છે.
મળતી વિગત મુજબ કોટડા સાંગાણીનાં અરડોઇ ગામે રહેતા હિતેશભાઇ વજુભાઇ રાણપરીયાએ નોંધાવેલી પોલીસ ફરીયાદમા ઉપ સરપંચ નીર્મળ મુળુભાઇ લાવડીયાનુ નામ આપ્યુ છે ફરીયાદમા જણાવ્યા મજબ હિતેશભાઇ અરડોઇ ગામે આવેલી રાજેશભાઇ ગજેરાની પાનની દુકાને ઉભા હતા ત્યારે ઉપ સરપંચ નીર્મળ લાવડીયા ત્યા આવ્યો હતો અને તુ અગાઉ અમારા સમાજનાં માણસો પર થયેલ કેસમા સાક્ષી છો . તેમા સાક્ષ માથી નીકળી જા અને તારી ભેગા જેટલા ફરીયાદી છે અને સાક્ષી જેટલાને છ મહીનામા મારી નાખવા છે. તેમ કહી હિતેશભાઇ પર હુમલો કરી દીધો હતો.
હિતેશભાઇએ ફરીયાદમા જણાવ્યુ કે અગાઉ અરડોઇ ગામે જેસીબી ચલાવવા બાબતે થયેલી માથાકુટમા પોલીસ ફરીયાદ નોધાય હોય જેમા આરોપી તરીકે ઉપસરપંચ નિર્મળ લાવડીયા સહીતનાં શખસોનાં નામ આપવામા આવ્યા હોય જે બાબતે અગાઉ જીલ્લા પોલીસ વડાને પણ રજુઆત કરવામા આવી હતી આ જુની ચાલતી અદાવતા ઉપ સરપંચે ફરી હુમલો કરતા આ મામલો ફરીયાદ નોંધાતા ફરી માહોલ ગરમાયો છે. પોલીસે પણ ફરીયાદ નોંધી નિર્મળની શોધખોળ શરુ કરી છે.