વેરાવળમાં દરજી સમાજના ઉપપ્રમુખની કારમાં અજાણ્યા શખ્સોએ આગ ચાંપી
12.50 લાખનું નુકસાન, ગુનો નોંધી તપાસનો ધમધમાટ
વેરાવળ વાંઝા દરજી સમાજ ના માજી પ્રમુખ તથા અખિલ દરજી સમાજ ના સમસ્ત ગુજરાતના ઉપપ્રમુખ મોહનભાઇ ધીરૂૂભાઇ ઘેરવડા અત્રેના ડાભોર રોડ પર રહેતા હોય ત્યાં તેમના ઘર પાસે પાર્ક કરેલી ક્રેટા મોટર કાર વ્હેલી સવારે ચારેક વાગ્યે ભડભડ સળગી ગઈ હતી. આ અંગે પોલીસમાં મોહનભાઇ એ નોંધાવેલી ફરિયાદ મુજબ વેરાવળ વાંઝા દરજી સમાજના માજી પ્રમુખ તથા અખિલ દરજી સમાજના સમસ્ત ગુજરાતના ઉપપ્રમુખ તરીકે સેવા આપી રહેલ છે.
તેમજ કિશોરભાઈ અમ્રુતભાઈ ચાવડા, રહે.60 ફુટ રોડ, રાજડેરી પાસે, વેરાવળ વાળા વેરાવળના વાંઝા દરજી સમાજ ના પ્રમુખ તરીકે સેવા આપતા હોય આ દરમિયાન કિશોરભાઈના દિકરા માનવભાઇએ તેના પર્સનલ ફોટા સમાજ ના વોટ્સએપ ગ્રુપમાં મુકેલ અને તેને આ પર્સનલ ફોટા સમાજના ગ્રુપમાં ન મુકવા બાબતે સમાજના જીતુભાઈ મનુભાઇ રાઠોડ, રહે. વેરાવળ, કુભારવાડા, વાળાએ જણાવેલ જેથી આ માનવ તથા તેના પિતા કિશોરભાઈએ આ જીતુભાઇના ભૂંડી ગાળો આપેલ જે બાબતનું રેકોર્ડિંગ જીતુભાઈએ મને આપી સંભળાવેલા અને આ રેકોર્ડિંગ બાબતે અમોએ સમાજના અન્ય આગેવાનો નુ ધ્યાન દોરેલું અને રેકોર્ડિંગની હકીકત જણાવેલ જે બાબતની જાણ કિશોરભાઈ ચાવડાને થતા તેઓએ ગત તા.23/09/2025 ના બપોરના આશરે સાડા ત્રણેક વાગ્યાના સમયે તેમના ફોન નં 98989 27306 પ2થી મને ફોન કરી કહેલ કે સમાજમાં અમારા ખોટી રીતના રેકોર્ડિંગ કેમ ધ્યાને મુકેલ છે.
આવું કેમ કર્યું તેમ કહી મને જેમફાવે તેમ ગાળો બોલવા લાગેલ અને મારી નાખવાની ધમકી આપેલ અને મારા દીકરા ધર્મેશ ને પણ મારી નાખવાની ધમકી આપી તથા મને કોઈપણ રીતે નુકસાન કરશે તેવી વાતો કરતા ફરતા હતા અને આ બાબત સમાજ લેવલની હોય અને સમાજથી પતી જશે તેવું માની મે જે તે સમયે ફરિયાદ કરેલ ન હતી. જયારે ગત તા.02/10/2025 ના રાત્રીના અગિયારેક વાગ્યેથી તા.03/10/2025 ના ચાર વાગ્યા દરમ્યાન નીવ રેસીડન્સીના ગેટ ની પાસે પાર્ક કરેલ હ્યુન્ડાઇ કંપની ની ક્રેટા મોટર કાર નં જી જે. 32. કે. 7306 કીં.રૂૂ.12 લાખની મોટરકારને કોઇએ આગ લગાવી સળગાવી દઈ નુકસાન કરેલ હોય અને આ કાર સળગવાના કારણે બાજુમાં રહેલ હિતેષભાઇ માલદેભાઈ પંપાણીયા રહે. ગાભા ગામ વાળાની હિન્દુસ્તાન માસ્ટર પાયલટ સર્વિસ નામની સિક્યુરિટી એજન્સીની ઓફિસના મીટર, વાયરો, એ.સી.ના આઉટડોર, ટેલિફોન વાયરો, આસપાસની દિવાલો મળી અંદાજે રૂૂા.50 હજારનું નુકશાન કરેલ હોય અને આ મોટર કાર સળગી ગયેલ તે બાબતે અગાઉ ફરીયાદી મોહનભાઈની જ્ઞાતિના પ્રમુખ કિશોરભાઈ અમૃતભાઈ ચાવડા, રહે.60 ફુટ રોડ, રાજડેરી પાસે, વેરાવળ વાળા સાથે મનદુ:ખ થયેલ અને તેઓએ ફોનમાં મારી નાખવાની તથા કોઈપણ રીતે નુકસાન કરવાની ગાળો આપી ધમકી આપેલ હોય જેથી આ ક્રેટા કાર કિશોરભાઇ ચાવડાએ અથવા તેના કહેવાથી કોઇ માણસોએ સળગાવી દઇ કુલ રૂૂા.12 લાખ 50 હજારનુ નુકશાન કરી ગુન્હો કર્યાની ફરીયાદ પોલીસે નોંધી વધુ તપાસ હેડ કો. દિનેશભાઇ ગોહિલે હાથ ધરેલ છે.