તમે મકાન ખાલી કરીને જતા રહો તેમ કહી આધેડ ઉપર અજાણ્યા શખ્સોનો હુમલો
04:34 PM Apr 14, 2025 IST
|
Bhumika
Advertisement
Advertisement
શહેરમા ચુનારાવાડમા વૃધ્ધની સારવાર કરવા જતા આધેડને અજાણ્યા શખ્સોએ તમે મકાન ખાલી કરીને જતા રહો તેમ કહી માર માર્યો હતો. આધેડને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામા આવ્યા હતા.
આ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ ચુનારાવાડમા રહેતા જેન્તીભાઇ હરીભાઇ મીયાત્રા (ઉ.વ. 60) રાત્રીનાં સાડા અગીયાર વાગ્યાનાં અરસામા પોતાનાં ઘર પાસે હતા ત્યારે અજાણ્યા શખ્સોએ પથ્થરમારો કર્યો હતો. જેન્તીભાઇ મીયાત્રાને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામા આવ્યા હતા. પ્રાથમીક પુછપરછમા જેન્ીતભાઇ મીયાત્રા વૃધ્ધનાં ઘરે સેવા કરવા અને સુવા માટે જાય છે. તે દરમ્યાન અજાણ્યા શખ્સોએ તમે આ મકાન ખાલી કરીને જતા રહો તેમ કહી માર માર્યો હોવાનો આક્ષેપ કરવામા આવ્યો હતો. આક્ષેપનાં પગલે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.