શાપરમાં યુવાન ઉપર અજાણ્યા શખ્સોનો તિક્ષ્ણ હથિયાર વડે હુમલો
શહેરની ભાગોળે શાપરમાં રહેતાં યુવક ઉપર અજાણ્યા શખ્સોએ તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી માર માર્યો હતો. યુવકને ઈજા પહોંચતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, શાપરમાં રહેતાં સુમિત સુગરીગસિંગ નામનો 22 વર્ષનો યુવાન મધરાત્રે પોતાના ઘર પાસે હતો ત્યારે અજાણ્યા શખ્સોએ ઝઘડો કરી તિક્ષ્ણ હથિયારથી માર માર્યો હતો. યુવકને ઈજા પહોંચતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત અન્ય બનાવમાં જુદા જુદા ત્રણ સ્થળે યુવતી, પરિણીતા અને યુવાને જવલનશીલ પ્રવાહી પી લીધું હોવાની ઘટના સામે આવી છે. જેમાં નાણાવટી ચોક પાસે રહેતી જલ્પાબેન મનુભાઈ સોંદરવા નામની 21 વર્ષની યુવતીએ એસીડ, રામવન પાસે રામ પાર્કમાં અલ્પાબેન જીજ્ઞેશભાઈ સાંગાણી નામની 29 વર્ષની પરિણીતાએ ફિનાઈલ અને સહકાર મેઈન રોડ પર શ્રીનગરમાં રહેતાં વિપુલ ગુણવંતભાઈ ઝાલા (ઉ.37)એ 80 ફુટ રોડ પર શેઠ હાઈસ્કૂલ સામે ફિનાઈલ પી લીધું હતું. જવલનશીલ પ્રવાહી પી લેનાર યુવતી, પરિણીતા અને યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.