For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પોસ્ટ ઓફિસમાં નોકરી આપવાની લાલચે બેરોજગાર યુવાનો સાથે 3.17 લાખની ઠગાઇ

01:06 PM May 24, 2025 IST | Bhumika
પોસ્ટ ઓફિસમાં નોકરી આપવાની લાલચે બેરોજગાર યુવાનો સાથે 3 17 લાખની ઠગાઇ

જૂનાગઢના રત્ન કલાકાર સહિત 10 લોકો ભોગ બન્યા: આરોપી પોસ્ટ ઓફીસનો સસ્પેન્ડેડ કર્મચારી નીકળ્યો !

Advertisement

જૂનાગઢ શહેરનાં મધુરમનાં રત્ન કલાકારની જનકપુરી સોસાયટીના શખ્સ સામે ફરિયાદ બાદ તપાસ પોસ્ટમાં પટાવાળાની નોકરી અપાવી દેવાની લાલચ આપી જૂનાગઢનાં રત્ન કલાકાર સહિત 10 લોકો સાથે જનકપુરી સોસાયટીના શખ્સે રૂૂપિયા 3.17 લાખની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ યુવકે કરતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

શહેરના મધુરમ વિસ્તારમાં આવેલ સનસીટી 1 વિશ્વકર્મા સોસાયટીની સામે શ્યામદત્ત એપાર્ટમેન્ટ પાછળ રહેતા 38 વર્ષીય હીરાઘસુ જયેશભાઈ ચંદુલાલ વાઘેલાને આઠેક માસ પહેલા રાજકોટ રહેતા કૌટુંબિક માસા કેતનભાઇ વરુએ ટેલીફોનિક વાતચીતમાં પોસ્ટ ઓફિસ જૂનાગઢ ખાતે એક સાહેબ દિપકભાઈ મુગતરામ ભટ્ટ મારા જાણીતા છે અને તે તમને પોસ્ટ ઓફિસમાં કોન્ટ્રાક્ટ બેઝ ઉપર નોકરીએ લગાડી દેશે અને ત્યારબાદ તે તેની લાગવગ દ્વારા કાયમી નોકરીમાં રખાવી દેશે તેના બદલામાં તેને રૂૂપિયા 40,000 આપવા પડશે. જેથી યુવાન બેરોજગાર હોય અને નોકરી મળવાની લાલચ લાગતા ઝાંઝરડા રોડ પર આવેલ જનકપુરી સોસાયટીમાં રહેતા દીપકભાઈનો મોબાઈલ નંબર લીધો હતો અને તેનો સંપર્ક કરતા તેણે હું તને પોસ્ટ ઓફિસ ગાંધીગ્રામમાં પટાવાળા તરીકે નોકરી ઉપર લગાવી દઈશથ તેમ કહી અમુક ડોક્યુમેન્ટ માંગ્યા હતા. ત્યારબાદ આ પ્રોસેસ કરવા માટે રૂૂપિયા આપવા જોઈશે તેમ કહેતા જયેશભાઈએ ગઈ તારીખ 8 જુન 2024ના રોજ તેને રૂૂપિયા 2000નું ગુગલ પે કર્યું હતું.

Advertisement

આ પછી ઘરે આવતા શખ્સે યુવાનના પરિવાર સાથે ફેમિલી રિલેશન બનાવ્યા હતા અને યુવકના પિતાની પાંચમ હોય જેથી તેના ઘરે સગા સંબંધીઓ તથા મિત્રો આવ્યા હતા ત્યારે દિપકને જમવા માટે બોલાવ્યો હતો. તેણે સગા વહાલા,મિત્રો સાથે પણ વાતો દ્વારા સંબંધ કેળવી પોતે પોસ્ટ વિભાગમાં નોકરી કરે છે તે રીતે ઓળખ આપી પોતે ઘણા માણસોને પોસ્ટમાં નોકરીએ લગાડેલ છે તેમ કહી કોઈને પોસ્ટમાં નોકરીમાં લાગવુ હોય તો પોતે લગાડી દેશે.

નોકરીએ લાગવા માટે વ્યક્તિ દીઠ રૂૂપિયા 40,000 આપવા જોઈશે.તેમ કહેતા ઘરે પ્રસંગમાં આવેલ 7 લોકોએ પણ જુદી જુદી રકમ, તમામ વ્યક્તિના ડોક્યુમેન્ટ વેરીફીકેશનના અલગથી ફી માટેના વ્યક્તિદીઠ રૂૂપિયા 1,700 દીપકને ગુગલ પે મારફતે મોકલી આપ્યા હતા. યુવક, તેની પત્ની સહિત 10 લોકોના કુલ રૂૂપિયા 3,31,786 દીપકે પોસ્ટમાં નોકરી આપવાની લાલચ આપી મેળવી લઈ નોકરીના બહાના બતાવી છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ જયેશ વાઘેલાએ કરતા પીએસઆઇ એચ. બી. ચૌહાણે તપાસ હાથ ધરી હતી.
યુવાનની ફરિયાદ અનુસાર પોસ્ટમાં પટાવાળાની નોકરી અપાવી દેવા માટે રૂૂપિયા 3,31,786 લઈ લીધા બાદ દીપક ભટ્ટ નોકરીના ઓર્ડર અંગે બહાના બતાવતો હતો. જેથી યુવાનને શંકા જતા ગાંધીગ્રામ પોસ્ટ ઓફિસ ખાતે તપાસ કરતા જાણવા મળેલ કે દીપક ભટ્ટ પોસ્ટ વિભાગમાં નોકરી કરે છે પણ હાલ તે સસ્પેન્ડ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement