ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

મામાએ ભાણેજને મોતને ઘાટ ઉતારી લાશના 7 ટુકડા ખાડીમાં ફેંકી દીધા

04:28 PM Oct 11, 2025 IST | Bhumika
Advertisement

નિંદ્રાધીન ભાણેજને હથોડીના ઘા ઝીંકી માથું ફાડી નાખ્યું પછી કટરથી લાશના ટુકડા કર્યા, સુરતમાં ભયાનક ઘટના

Advertisement

સુરતના ભાઠે વિસ્તારમાં હત્યાનો એક ભયાનક બનાવ બનેલ છે. મામાએ સગા ભાણેજની હથોડીના ઘા ઝીંકી હત્યા કર્યા બાદ લાશના સાત ટુકડા કરી ખાડીમાં પધરાવી દેતા ભારે ખળભળાટ મચી જવા પામેલ છે.

સુરતના ભાઠેનામાં ભાણેજ મોહમ્મદ આમિર આલમની તેના જ મામા મોહમ્મદ ઇફ્તિકાર વાજીદ અલીએ નિર્મમ હત્યા કરી નાખી હતી. હત્યા બાદ ગુનાને છુપાવવા માટે આરોપી મામાએ લાશના 7 ટુકડા કરી ખાડીમાં નાખી દીધા હતા, પરંતુ એનો ભેદ હત્યા કરનાર મામાએ જ ગુરુવારે રાત્રે ગુમ થયાની ખોટી ફરિયાદ નોંધાવ્યા બાદ ખૂલ્યો હતો. આરોપી મામા ભાણિયાના સાત ટુકડા કરી તેને કોથળામાં પેક કરીને મોપેડમાં નાખીને જતો હોવાના CCTV સામે આવતા ભાંડો ફૂટી ગયો હતોે.

મળતી માહિતી પ્રમાણે, મૃતક મોહમ્મદ આમિર આલમ અને હત્યારો મામો મોહમ્મદ ઇફ્તિકાર વાજીદ અલી બંને મૂળ બિહારના કટિહારના રહેવાસી છે. ભાઠેનામાં શિવશક્તિનગરમાં ભાડાના ફ્લેટમાં સાથે રહેતા હતા. મામા-ભાણેજ ઉધના રોડ નંબર 8 પર 30 સિલાઈ મશીન ભાડે ચલાવતા હતા. ઘણા સમયથી ભાણેજ હિસાબ કરી નફો બતાવતો હતો, પણ રોકડ મામાને આપતો નહોતો, જેથી હિસાબોને લઈ બંને વચ્ચે ઝઘડાઓ શરૂૂ થતા મામલો હત્યા સુધી પહોંચ્યો હતો.

થોડા સમય પહેલાં બંનેએ છૂટા પડવાનું નક્કી કર્યું હતું. ગત રવિવારની સાંજે ફ્લેટ પર ગયા બાદ મામાએ હત્યાનો ખેલ કર્યો હતો. બાદમાં પોલીસે લાલ આંખ બતાવતાં મામાએ હત્યા કરી લાશ ખાડીમાં ફેંકી દીધાની કબૂલાત કરી હતી. ઉધના પોલીસે હત્યામાં વપરાયેલા હથોડી અને ચાકુ સહિતના પુરાવાઓ જપ્ત કરવા તથા ખાડીમાં ફેંકાયેલા મૃતદેહના ટુકડાઓ ફાયર વિભાગના અધિકારીઓની મદદથી શોધવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.

પૈસાની આ લેતી-દેતી અંગે મામા-ભાણેજ વચ્ચે અવારનવાર ઉગ્ર ઝઘડા થતા હતા. મામા ઇફ્તિકાર વારંવાર પૈસા માગતાં ભાણેજે હિસાબ આપવાની ના પાડી દીધી હતી, જેથી મામાએ સંજયનગર પાસે ખાતું ભાડે રાખી લીધું હતું અને પોતાના ભાગના 30માંથી 15 મશીન આપી દેવા ભાણજને કહેતાં તેણે ના પાડી દેતાં હત્યાનો એક મહિના પહેલાં જ પ્લાન બનાવ્યો હતો.

આરોપીએ મર્ડરનું પ્લાનિંગ કર્યા બાદ ઉધનાની દુકાનમાં નવું ખાતું શરૂૂ કરવાનું કહી ત્યાંથી છરો અને હથોડી ખરીદ્યાં હતાં. હથોડી વડે હત્યા કર્યા બાદ છરા વડે લાશના 7 ટુકડા કર્યા હતા. બાદમાં સોમવારની રાત્રે એક્ટિવા પર બે ફેરામાં મીઠી ખાડીમાં લાશના ટુકડાઓ બોરીમાં ભરી નાખી દીધા હતા. બાદમાં આખું ઘર સાફ કરી બીજા દિવસે ખરીદેલો હથોડો અને છરી ફરી એ જ દુકાનમાં ખાતું ચાલુ નહીં કરવાનું કહી અડધી કિંમતે વેચી આવી પુરાવાનો નાશ કરી દીધો હતો.

યુટ્યુબમાં જોઇ હત્યાનો પ્લાન ઘડયો
આરોપી મામા મોહમ્મદ ઇફ્તિકારે હત્યાનો ભયાનક પ્લાન સોમવારની વહેલી સવારે પાર પાડયો હતો. પોલીસના જણાવ્યા મુજબ, જ્યારે ભાણેજ આમિર પોતાના રૂૂમમાં ઊંઘમાં હતો ત્યારે ઇફ્તિકારે વજનદાર હથોડી વડે તેના માથામાં ગંભીર ઘા મારીને તેની નિર્મમ હત્યા કરી નાખી હતી. આરોપીએ હત્યા કઈ રીતે કરવી? પુરાવા કઈ રીતે નાશ કરવા? અને જો પકડાઈ જવાઈ તો કેટલી સજા થાય એની જાણકારી તેણે યુટ્યૂબ પરથી મેળવી હતી. છેલ્લા એક મહિનામાં તેણે 20 વખત આ અલગ અલગ માહિતી મેળવી હોવાની પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી.

Tags :
crimegujarat newsgujarat news NEWSmurdersuratsurat news
Advertisement
Next Article
Advertisement