તળાજાના ખોડિયાર માતાજીના મંદિરમાંથી છતર, દાનપેટી તાળા તોડી ઉઠાવી ગયા
તળાજા થી ચારેક કિમિ દૂર પાલીતાણા રોડપર આવેલ ભીકડાવાળા ખોડિયારમાતા ના મંદિર ના રાત્રી દરમિયાન તાળા તૂટ્યા હતા.જ્યાં હજારો શ્રદ્ધાળુઓ શિષ ઝુકાવી પ્રાર્થના કરેછે ત્યાં નાસ્તિક તસ્કરો એ માતાજી ને ચડાવેલ છત્તર અને દાન પેટી તોડી ને રોકડ રકમ ની ચોરીકરી હતી.અહીંના સેવક ધરમશીભાઈ મકવાણા એ જણાવ્યું હતુ કે તસ્કરો એ અહીંના સીસીટીવી કેમેરા ના વાયર તોડી નાખ્યા હતા.એક કેમેરો ભેગા લેતા ગયા હતા . મંદિર ના મુખ્ય દરવાજાના સ્ટીલના સળિયા તોડી ને અંદર પ્રવેશ કર્યો હતો. એ જોતાં તસ્કર પતલા બંધાનો અથવા નાની ઉંમરનો હોવો જોઈએ.
એટલુંજ નહિ મંદિર ની સામેં વાડીમા દારૂૂના ગ્લાસ અને બાઈટિંગ માટે શીંગના પડીકા પણ જોવા મળ્યા હતા.વહેલી સવારે 6.30 આસપાસ પૂજારી ને ખબર પડતાં તળાજા પોલીસ ને જાણ કરવામાં આવી હતી તેમ છતાંય પોલીસ દ્વારા સત્તાવાર રીતે કોઈજ કાર્યવાહી કરી નહતી.
છેલ્લા ત્રણેક વર્ષ મા આજની ચોરી મળી કુલ 7 વખત ચોરી થઈ છે છતાંય એકેય વખત ચોરી નો ગુન્હો નોંધ્યો નથી અને તસ્કર પકડાયો નથી. વધુમાં જાણવા મળ્યું હતુંકે અહીં એક સંત રહેતા હતા ને સેવા પૂજા કરતા હતા.એ સંત ને પણ કેટલાક અજાણ્યા ઈસમો રાત્રે આવી ને પરેશાન કરતા હોય તેઓને અહીંથી ચાલ્યા જવું પડ્યુંછે તળાજા ના ડુંગર ઉપર આવેલ ખોડિયાર મંદિર એ પણ તસ્કરો એ હાથ ફેરોકર્યા ના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ મહિનાઓ વીતવા છતાંય તળાજા પોલીસે નથી ગુન્હો નોંધ્યો કે નથી તસ્કરો ને ઝડપી પાડવામાં સફળતા મેળવી. શ્રદ્ધાળુઓના આસ્થાના કેન્દ્રો તળાજા પંથકમાં સલામત નથી તેવી વેદના સાંભળવા મળી રહી છે.
ઉલ્લેખનીય છેકે લાકડીયા ગામ નજીક આવેલ પ્રખ્યાત કાળિયા કુવાની મેલડીમાતા મંદિર ને થોડા દિવસ પહેલા ચોર એ તોડી ને 9 કિલો ચાંદી ના છત્તર ની ચોરી ની ઘટના બની હતી.એ ચોરી નો એક શકમંદ પોલીસ ના હાથે લાગ્યો હોવાની વિગતો સૂત્રો પાસે થી મળી રહી છે.