મોરબીમાં છાપરા પરથી પટકાતા બે યુવાનોના મોત
12:00 PM Jun 05, 2025 IST | Bhumika
મોરબીના રફાળેશ્વર જીઆઇડીસીમાં જીઓ ટેક કલર કંપનીના કારખાનાના પતરાના છાપરા પરથી કામ કરતી વખતે નીચે પટકાતા બે યુવકનાં મોત નીપજ્યા હતા. કિશોરભાઇ કાંતિભાઇ અદગામા (ઉ.વ.40) રહે-ત્રાજપર કેદાર પેટ્રોલપંપ મોરબી તથા દિનેશ ભાઇ સોમાભાઇ વરાણીયા (ઉ.વ.45) રહે-ત્રાજપર, મોરબી તા.જી.મોરબી વાળા રફાળેશ્વર જીઆઇડીસી જીઓ ટેક કલર કંપનીના કારખાનાના પતરાના છાપરા ઉપર કામ કરતાં હતાં તે દરમ્યાન કોઇ કારણસર પતરા ઉપરથી બન્ને જણા નીચે પડતાં ગંભીર ઇજાઓ પહોંચતા બંને યુવકોના મોત નીપજ્યા હતા.આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
Advertisement
Advertisement