ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

લાલપુર નજીક ટ્રકે બે ખલાસી યુવાનને અડફેટે લેતા એકનું મોત, એક ગંભીર

11:55 AM Jan 13, 2025 IST | Bhumika
Advertisement

ખાનગી કંપની નજીક સલ્ફર ભરવા વાહન પાર્ક કરી ઊભા 

Advertisement

જામનગર જિલ્લાના લાલપુર તાલુકા ના કાનાલુસ પાસે ખાનગી કંપની ના ગેઇટ નજીક સલફર ભરવા માટેનું વાહન લાઇનમાં રાખીને માર્ગ પર ઉભેલા બે ખલાસી યુવાનોને એક ટ્રક ના ચાલકે હડફેટમાં લઈ કચડી નાખ્યા હતા. જેમાં એક ખલાસી યુવાનનું સ્થળ પર જ કરુણ મૃત્યુ નીપજ્યું હતું, જયારે બીજાની હાલત ગંભીર હોવાથી જામનગર, અને ત્યારબાદ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો છે. પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધ્યો છે.

આ ગોઝારા અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગર નજીક લાલપુરના કાનાલુસ વિસ્તારમાં ખાનગી કંપનીના એરિયામાં સલ્ફર ભરવા માટે કેટલાક ટ્રક ચાલકો અને ટ્રકમાં કામ કરતા કર્મચારીઓ કતાર બંધ ઊભા હતા, જેમાં એક ટ્રકમાં કામ કરતા બે ખલાસીઓ રોડની સાઈડમાં પોતાના ટ્રકની નજીક ઉભા હતા. જે દરમિયાન જીજે 10 ટી.એક્સ.8869 નંબરનો ટ્રકચાલક પુરપટ ઝડપે આવ્યો હતો, અને બે ખલાસીઓ વિરમ કાળાભાઈ ગરસર તેમજ રજિન્દરસિંઘ પંજાબી કે જે બંનેને હડફેટમાં લઈ લીધા હતા.જે અકસ્માતમાં વિરમભાઈ નું ગંભીર ઇજા થવાના કારણે બનાવના સ્થળે જ કરુણ મૃત્યુ નીપજ્યું હતું. જયારે બીજા યુવાનને ગંભીર ઈજા થઈ હોવાથી સૌપ્રથમ જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.આ અકસ્માતના બનાવ અંગે ખલાસી જે ટ્રકમાં કામ કરતા હતા તે ટ્રકના ચાલક આલાભાઇ મોરીએ મેઘપર પોલીસ મથકમાં અકસ્માત સર્જનાર ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવતાં મેઘપર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પી.ટી.જયસવાલ અને તેમની ટીમે મૃતદેહ નો કબજો સંભાળ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
crimecrime newsdeathdeath newsjamnagarjamnagar news
Advertisement
Advertisement