રાજકોટની બે મહિલાની પાણસીણા ચેકપોસ્ટ પાસેથી 21 ચોરાઉ મોબાઇલ સાથે ધરપકડ

1.1પ લાખના મોબાઇલ જપ્ત, અમદાવાદથી ચોરી કરી રાજકોટ આવતી હોવાનું રટણ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસે મોબાઈલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો છે. લીંબડીના પાણસીણા ચેક પોસ્ટ પર…

1.1પ લાખના મોબાઇલ જપ્ત, અમદાવાદથી ચોરી કરી રાજકોટ આવતી હોવાનું રટણ

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસે મોબાઈલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો છે. લીંબડીના પાણસીણા ચેક પોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન પોલીસને મળેલી બાતમીના આધારે બે મહિલા આરોપીઓને ઝડપી પાડવામાં આવી છે. આરોપીઓ પાસેથી કુલ રૂ. 1,15,000ની કિંમતના 21 એન્ડ્રોઇડ મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે. બંન્ને રાજકોટ આવતી હતી.

નાયબ પોલીસ મહાનિરીક્ષક ગીરીશ પંડ્યાની સૂચના અને ડીવાયએસપી વી.એમ.રબારીના માર્ગદર્શન હેઠળ પાણસીણા પોલીસ સ્ટાફને મળેલી ખાનગી માહિતીના આધારે આ સફળતા મળી હતી. પકડાયેલી બંને આરોપી મહિલાઓની ઓળખ રાજકોટના કુબલીયા પરા વિસ્તારના રહેવાસી દિવ્યાબેન કરણભાઈ સોલંકી (ઉ.વ.25) અને રંગીલાબેન સવજીભાઈ મકવાણા (ઉ.વ.40) તરીકે થઈ છે. બંને દેવીપૂજક સમાજની છે.

આરોપી મહિલાઓ અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાંથી મોબાઈલ ફોનની ચોરી કરતી હતી. તેમની પાસેથી મળેલા તમામ મોબાઈલ ફોનના બિલ કે અન્ય આધાર પુરાવા મળ્યા નથી. પાણસીણા પોલીસ મથકના ઙઈં પી.કે.ગોસ્વામીની આગેવાનીમાં પોલીસ ટીમે આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ શરૂૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *