વેરાવળમાં ચોરાઉ બાઇક સાથે બે વાહનચોર ઝડપાયા
પ્રભાસ પાટણ પોલીસે ઇ એફઆઇઆર નોંધાયેલ જેમાં ટેકનીકલ સોર્સીસ તથા ચોકકસ બાતમીના આધારે ચોરી થયેલ મોટર સાયકલ સાથે બે આરોપીઓને પકડતી પાડેલ છે.
વેરાવળના ભાલકા કૈલાસ સોસાયટીમાં રહેતા જેન્તીભાઇ રામજીભાઈ ઉ.વ.62 ની મોટર સાયકલ સ્પલેન્ડર પ્લસ નં.જી.જે. 32 ડી. 8510 રૂૂા.40 હજારની ગત તા.6 ના સાંજના સમયે ભાલકા કૈલાસ સોસાયટી નવયુગ સ્કુલ પાસેની ગલીમાંથી ચોરી થયેલ હતી. આ ઇ એફ.આઇ.આર.ના અનુસંધાને પ્રભાસ પાટણના પ્રો.નાયબ પોલીસ અધિકારી વી.પી.માનસેતા, પી.આઇ. એમ.વી.પટેલના માર્ગદર્શન હેઠળ પો.હેડ કોન્સ. પ્રકાશભાઇ ભીખાભાઇ, ફુલદિપસિંહ જયસિંક, પો કોન્સ કરણસિંહ બાબુભાઇ, પિયુષભાઈ કાનાભાઈ, કરસનભાઈ જેઠાભાઇ સહીતના પેટ્રોલીંગમાં રહેલ તે દરમ્યાન મળેલ બાતમી તથા ટેકનીકલ સર્વેલન્સના આધારે જી.આઇ.ડી.સી. પાસે વોચમાં રહેતા (1) ચંદન તુલશીભાઈ ગોહેલ ઉ.વ.19 રહે.કામનાથ ચોક, વેરાવળ તથા (2) વિવેક કમલેશભાઇ મસાણી ઉ.વ.19 રહે.ભાલકા વાળા પાસેથી ચોરી થયેલ મોટર સાયકલ સાથે પકડી પાડી ગુન્હો ડિટેકટ કરી વધુ તપાસ પો.હેડ.કોન્સ. પ્રકાશભાઇ ભીખાભાઇએ હાથ ધરેલ છે.