For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સોમનાથ-વેરાવળમાંથી મહિલા સહિત બે શંકાસ્પદ કાશ્મીરી મળ્યા

11:47 AM Nov 19, 2025 IST | Bhumika
સોમનાથ વેરાવળમાંથી મહિલા સહિત બે શંકાસ્પદ કાશ્મીરી મળ્યા

ગીર સોમનાથ પોલીસે જમ્મુ-કાશ્મીરના વધુ બે શંકાસ્પદ વ્યક્તિઓની વેરાવળ માંથી અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. તાજેતરમાં દિલ્હી ખાતે થયેલ બોમ્બ વિસ્ફોટ બાદ સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં જિલ્લા પોલીસ દ્વારા વાહન ચેકિંગ, હોટેલ-ધાબા તથા અવાવરૂૂ સ્થળોના ચેકિંગ, રેલ્વે-બસ સ્ટેશન તેમજ મસ્જીદ મદરસા સહિત વગેરે સ્થળોએ ખુબ જ ઘનિષ્ઠ ચેકિંગ હાથ ધરેલ છે.

Advertisement

પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા, જીલ્લા પોલીસ વડા જયદિપસિંહ જાડેજા દ્વારા અતિ સંવેદનશીલ બોર્ડર એવા દરીયાઇ કાંઠાના વિસ્તારમાં આવેલ મસ્જીદો/મદરેસાઓ/દરગાહોમાં સઘન ચેકિંગ અધિકારીઓ તથા સ્ટાફ દ્વારા સમગ્ર ગીર સોમનાથ જીલ્લા માં ઘનિષ્ઠ ચેકિંગ હાથ ધરેલ અને તાજેતરમાં નવાબંદર મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ત્રણ શંકાસ્પદ કાશ્મીરી ઇસમો પકડાયેલ હતા જેથી આ બાબતને ગંભીરતાથી લઇ જીલ્લાના જુદા જુદા વિસ્તારમાં સઘન ચેકીંગ કરવા આદેશ કરતા વેરાવળ સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ/ચેકીંગ દરમ્યાન મુસાફર ખાનામાંથી વધુ બે શંકાસ્પદ વ્યક્તિઓમાં એક મહીલા સહીત બે મહમદસીદીક નજીરઆમદ મીર, (ઉવ.27, રહે.ભટ્ટપોરા, હયામા, જી.કુપવાડા, રાજય જમ્મુ કાશ્મીર) તથા શબનમબેગમ વા/ઓ મહમદસીદીક નજીરઆમદ મીર (ઉવ.23,રહે. ભટ્ટપોરા, હયામા, જી.કુપવાડા, રાજય જમ્મુ કાશ્મીર) મળી આવતા અટકાયત કરી બંનેની હાલ વિશેષ પુછપરછ ચાલુ હોવાનું જણાવ્યું છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement