પાટડીમાં ITIના પ્રિન્સિપાલ ઉપર ખૂની હુમલો કરનાર બે છાત્રને 10 વર્ષની જેલ
પાટડીના આઈટીઆઈના પ્રીન્સીપાલ પર ભણતા બે આરોપી Problemએ છરી લઈને આવી ફરીયાદી પ્રીન્સીપાલ ને ગંભીર ઈજા પહોચાડી જેનો કેસ ધ્રાંગધ્રા એડીલ સેસન્સ કોર્ટમા ચાલી જતા લેખીત મૌખીક પુરાવા અને સરકારી વકીલ ની દલીલો ને ધ્યાન મા લઈને બન્ને આરોપી ને જુદી જુદી કલમમા દસ વર્ષ કેદની સજાને દસહજાર નો દડ ફટકારવામાં આવ્યો હતો
પાટડી ગામે,5 જાન્યુઆરી 2014 ના રોજ આઈટીઆઈ મા પ્રીન્સીપાલ તરીકે ફરજ બજાવતા મહેશભાઈ ચંદુભાઈ પરમાર પર આઈટીઆઈ મા ભણતા વિદ્યાર્થીઓ આરોપી અમીતભાઈ બાબુલાલ મકવાણા અને મીલનભાઈ જયેશભાઈ રાઠોડ દ્વારા છરી વડે હુમલો કરી ગંભીર ઈજા પોહચાડી હતી પ્રીન્સીપાલ ને દવાખાના સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા પાટડી પોલીસ મા પ્રીન્સીપાલ દ્વારા બન્ને આરોપી સામે હત્યાની કોસીસ સહિતની ફરીયાદ નોધવામાં આવતા પોલીસ દ્વારા ધરપકડ કરી જેલ હવાલે કરવામાં આવ્યા હતા જેનો કેસ ધ્રાંગધ્રા એડીસન્સલ સેસન્સ કોટઁ મા ચાલી જતા ફરીયાદી તપાસ અધીકારી ની અને, ડોક્ટર ની જુબાની સહિત 17 મૌખીક પુરાવા 57 દસ્તાવેજીક પુરાવા અને સરકારી વકીલ વી એચ ભટની દલીલો અને જુદા જુદા કેસના રજુ કરવામાં આવેલા જજમેન્ટ ને ધ્યાન મા લઈને એડીસન્સનલ સેસન્સ કોર્ટ ના ન્યાયધીશ એન એચ વસવેલીયા દ્વારા આરોપી અમીતભાઈ બાબુલાલ મકવાણા અને મીલનભાઈ જયેશભાઈ રાઠોડન઼ે કસુરવાર ઠેરવી હત્યાની કેસોસી ની કલમ, 307 મુજબ દસ વર્ષ કેદ ની સજા 10 દસ હજાર નો દંડ અને કલમ 333 મા કસુરવાર ઠેરવી 10 વર્ષની સજા અને 10 હજાર અને માર મારવાના કેસમાં 6 માસની સજા 500 રૂૂપીયા નો દંડ ફટકારવામાં આવ્યો હતો