For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વેરાવળમાં ઇલેક્ટ્રિકની દુકાનમાં ચોરી કરનાર બે તસ્કરો ઝડપાયા

12:34 PM Nov 21, 2024 IST | Bhumika
વેરાવળમાં ઇલેક્ટ્રિકની દુકાનમાં ચોરી કરનાર બે તસ્કરો ઝડપાયા
Advertisement

વેરાવળ પોલીસની સર્વેલન્સ સ્કોડે ચોરીના ગુન્હાનો ભેદ ગણત્રીના કલાકોમાં ઉકેલી કાઢી બે આરોપીને રોકડા રૂૂા.22,000 તથા જરૂૂરી કાગળો સાથે પકડી પાડી અનડીટેકટ ગુન્હાને ડીટેકટ કરેલ છે. જુનાગઢ રેન્જ આઇ.જી.પી. નીલેશ જાજડીયા, જીલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહજી જાડેજા, નાયબ પોલીસ અધિક્ષક વી.આર.ખેંગારે જીલ્લામાં બનતા ઘરફોડ, ચોરી, લુંટ, મીલ્કત સંબધી ગુન્હાઓ શોધી કાઢવા આવા ગુન્હાઓ આચરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ જે અનુસંધાને તા.18 ના વેરાવળના સુભાષરોડ ઉપર આવેલ રધુવંશી ઇલેકટ્રીક નામની દુકાનના થડા પાસે રાખેલ કાળાકલરના થેલામાથી બ્રાઉન-કલરના પાકીટમાં રહેલ રોકડ રકમ તથા ડોક્યુમેન્ટની ચોરી થયેલ હતી. આ બનાવ અંગે સીટી પોલીસ ઇન્સ્પેકટર એચ.આર.ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડના પો.સબ.ઇન્સ. એસ.એમ.દેવરે, એ.એસ.આઇ. વજુભાઇ ચાવડા, વિપુલસિંહ રાઠોડ, પો.હેડ કોન્સ. સુનિલભાઇ સોલંકી, કમલેશભાઇ પીઠીયા, વિશાલભાઇ ગળચર, અનિરૂૂધ્ધસિંહ રાયજાદા, ચિંતનસિંહ ખેર, પો.કોન્સ.અશોકભાઇ મોરી, રોહીતભાઇ ઝાલા, નદિમભાઇ શેરમહમદ, ભુપતભાઇ સોલંકી, રવિકુમાર ગોહિલ સહીતના આરોપીઓને પકડી પાડવા તપાસ હાથ ધરી પેટ્રોલીંગમાં રહેલ તે દરમ્યાન મળેલ બાતમીના આધારે અત્રેની જૈન હોસ્પીટલ વિસ્તારમા નવા બનેલ કોમ્પલેક્ષની પાસેથી (1) રાહુલ ઉફે કાળો ભીમાભાઇ પરમાર ઉ.વ.19 ધંધો-ભંગાર વિણવાનો (2) સંજય ભનુભાઇ સોલંકી ઉ.વ.21 ધંધો-મજુરી રહે- બંને- વંથલી ટાવરપાસે મુળ રહે-કણજા ધાર વિસ્તાર તા.વંથલી જી-જુનાગઢ ને પકડી પાડી પુછપરછ કરતા ચોરી કરેલ હોવાની કબુલાત આપતા ચોરી થયેલ અસલ મુદામાલમાં રોકડ રૂૂા.22,000, પાનકાર્ડ, પી.એમ.જે.એ.વાય યોજનાનુ કાર્ડ, બ્રાઉન-કલરનુ પાકીટ સહીતની સાથે પકડી પાડી અનડીટેકટ ગુન્હાને ડીટેકટ કરવામાં આવેલ છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement