રાજકોટના બે ગઠિયાની જૂનાગઢના વેપારી સાથે 37.39 લાખની ઠગાઇ
2600 જેટલા બાચકા મેંદાના આપ્યા હતા, પૈસા ન ચૂકવતા પોલીસમાં ફરિયાદ નોંધાઇ
ગુજરાત મિરર, રાજકોટ તા.21
જૂનાગઢમાં બસ સ્ટેન્ડ પાછળ આવેલ ગીરીરાજ સોસાયટીમાં રહેતા 46 વર્ષીય રાજેશભાઈ ઇન્દુમલભાઈ રામરખીયાણી દોલતપરા પાસે જીઆઇડીસી 2માં ધ ગ્રાન્ડ મારુતિ હોટલની પાછળ સદગુરુ એન્ટરપ્રાઇઝ નામે મેંદો, ખાંડ, તેલ તથા બેકરી આઈટમમાં વપરાતા ઘી વગેરે કાચા માલનું વેચાણ કરે છે. તારીખ 24 નવેમ્બર 2023ના રોજ તેઓ શહેરમાં બસ સ્ટેન્ડ આજુબાજુ વિસ્તારમાં હતા ત્યારે તેમને રાજકોટમાં સાધુ વાસવાણી રોડ પર આવેલ પામ સીટી બ્લોક નંબર બી 501માં રહેતા કૌશિક હિંમતભાઈ મોદી અને રાજકોટમાં 150 ફૂટ રીંગરોડ શ્રીરામ મસાલા માર્કેટ, નાના મૌવા ચોકડી રહેતા મયુર વશરામભાઈ કાનગડ મળવા આવ્યા હતા અને રાજકોટમાં કેવડાવાડી મેઇન રોડ ઉપર રુદ્ર એજન્સી નામે ઓફિસ હોવાનું જણાવી મેંદો ખાંડ તેલ વગેરેનો જથ્થાબંધ વેપાર કરીએ છીએ અને અમારે તમારી પાસેથી ઉધારમાં મેંદો જોઈએ છે તેમ કહેતા વેપારીએ તમે ઉધારમાં કોઈ સાથે વેપાર કરો છો એવું પૂછતા બંનેએ જૂનાગઢમાં ઇગલ ફ્લોર મિલ માંથી અને પોરબંદરમાં પણ એક પાર્ટી પાસેથી ઉધારમાં માલ લેતા હોવાનું જણાવી બંને પાર્ટીનાં ફોન નંબર આપતા વેપારીએ ખરાઈ કરતા વિશ્વાસ આવ્યો હતો.
આમ છતાં પણ રાજેશભાઇ બંને શખ્સને રાજકોટ રૂૂબરૂૂ જઈ મળી આવ્યા હતા. અને તેઓને બંનેએ માલ મળ્યા ના 8 થી 10 દિવસમાં પેમેન્ટ આપી દેશું એવો વિશ્વાસ આપ્યો હતો. આથી શરૂૂઆતમાં કૌશિક મોદી અને મયુર કાનગડે મેંદાની ખરીદી કરી પેમેન્ટ આપી દીધું હતું. આ પછી રૂૂપિયા 37,39,500ની કિંમતના 2600 બાચકા મેંદાનું કરાયેલ વેચાણનું પેમેન્ટ નહીં કરતા અવારનવાર ઉઘરાણી કરવા છતાં પેમેન્ટ નહીં આપતા આખરે વેપારીએ મંગળવારની રાત્રે ફરિયાદ નોંધાવતા પોલીસે વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધી કાર્યવાહી કરી વધુ તપાસ પીઆઈ બી. બી. કોળીએ હાથ ધરી હતી.
વેપારી કૌશિકભાઇ રામરખીયાણીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, બાકી પેમેન્ટ નહીં ઉઘરાણી કરતા બને ખોટા વાયદા આપી પૈસા આપેલ નથી જેથી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. તા. 14 ઓક્ટોબર 2024ના રોજ બંને શખ્સે કાળા કલરની સ્કોર્પિયોમાં પેઢી પર આવી પોલીસ અરજી પાછી ખેંચી લેવાનું કહી ધમકી આપી નાસી ગયા હતા. જેથી ડર લાગતા ફરિયાદ કરવામાં વિલંબ થયો હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું.