ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

હળવદ નજીકથી 7.96 લાખના મેફેડ્રોનના જથ્થા સાથે બે શખ્સ ઝડપાય

12:23 PM Aug 24, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement
Advertisement

અમદાવાદ - મોરબી હાઇવે રોડહળવદ નજીક નકલંક ગુરૂૂધામ શક્તિનગર મંદિર સામે રોડ પરથી નાર્કોટીક્સ માદક પદાર્થ મેફેડ્રોન પાવડરના મોટા જથ્થા સાથે બે ઇસમોને મોરબી એસ.ઓ.જી . ટીમે ઝડપી પાડયા છે. મોરબી એસ.ઓ.જી. પોલીસને બાતમી મળેલ કે, કલ્પેશભાઈ મધુભાઈ નિમાવત રહે મોરબી ખત્રીવાડ શેરી નં.6 વાળો તથા અહેમદ દાઉદભાઇ સુમરા રહે ગુલાબનગર વીસીપરા મોરબી વાળા બન્ને ગ્રે કલરની મારૂૂતી બ્રેજા
કાર નંબર જીજે-36- એસી4325 વાળીમાં ગેરકાયદેસર શંકાસ્પદ નાર્કોટીક્સ માદક પદાર્થ પાવડર પોતાના કબજામાં રાખી સાથે લઇને અમદાવાદથી મોરબી તરફ આવનાર છે જે મળેલ બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ જઇ વોચ તપાસ તેમજ વાહન ચેકીંગમાં કરતા બે ઇસમો કલ્પેશભાઈ મધુભાઈ નિમાવત રહે મોરબી
ખત્રીવાડ શેરી નં.6 વાળો તથા અહેમદ દાઉદભાઇ સુમરા રહે ગુલાબનગર વીસીપરા મોરબીવાળાને નાર્કોટીક્સ માદક પદાર્થ મેફેડ્રોનનો જથ્થો વજન 79 ગ્રામ 68 મીલીગ્રામ જેની કિ.રૂ.7,96,800/, રોકડા રૂપીયા
41,000/, મોબાઇલ ફોન નંગ3 કિ.રૂ.11000/, મારૂૂતી બ્રેઝા કાર નં-જીજે-36-એસી-4325 જેની કિ.રૂ.5,00,000/- મળી કુલ કિંમત રૂપીયા 13,48,800ના મુદામાલ સાથે મળી આવતાં એન.ડી.પી.એસ. એક્ટની કલમ8(સી), 21(સી), 29 મુજબની કાર્યવાહી કરી ઇસમોને ધોરણસર અટક કરી હળવદ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે

Tags :
gujaratgujarat newsHalwadMephedrone
Advertisement
Advertisement