જૂનાગઢમાં એનડીપીસી એક્ટ અંતર્ગત ડ્રગ્સનાં કેસમાં સંડોવાયેલા બે શખ્સો જેલહવાલે
જૂનાગઢ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ની સૂચના દ્વારા જૂનાગઢ જીલ્લામા માદક પદાર્થના ગેરકાયદેસર વેચાણ અને વહન અંગેના કેસો કરવા અને આવા ઈસમોને ઝડપી પાડવા અને એનડીપીએસ એકટ તળેનાં ગુનાઓ કરતાં ઈસમો વિરૂૂધ્ધ પી.આઈ.ટી. એનડીપીએસ એક્ટ 1988 (The Prevention of illicit Traffic in Narcotic Drugs and Psychotropic Substances Act-1988 ) મુજબની PIT દરખાસ્ત તૈયાર કરવા જરૂૂરી સુચના અને માર્ગદર્શન આપવામા આવેલ હતું.
જે અન્વયે જૂનાગઢ પોલીસ અધિક્ષ સુબોધ ઓડેદરા એ એસ.ઓ.જી. પી.આઈ આર.બી.ગઢવી ને જૂનાગઢ જીલ્લામાં કેફી પદાર્થોનું ગેરકાયદેસર રીતે વેંચાણ કરતા ઈસમોને ઝડપી પાડી યુવાધનને બરબાદીના રસ્તે જતા અટકાવવા જરૂૂરી સુચનાં અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે એસ.ઓ.જી. પોલીસ ઈન્સ આર.બી.ગઢવી, તથા એસ.ઓ.જી ટીમ દ્વારા NDPS એક્ટ તળેના ગુનાઓ કરતા ઈસમો વિરુધ્ધ જેમા (1) જાબીર ઈબ્રાહીમ કુરેશી રહે. માંગરોળ તથા (2) જબ્બાર ઉર્ફે મુજહિદ ઉર્ફે દદુ ઈકબાલ સૈયદ રહે.માંગરોળ વાળાઓ જાહેર વ્યવસ્થા તથા પ્રજાના જાહેર સ્વાસ્થ્યને જોખમમા મુકવા અને તેના લીધે લોકોને આર્થિક પાયમાલી સર્જાય તેવી પુરેપુરી શક્યતા બાબતેનાં સબળ પુરતાં પુરાવાઓ મેળવી મજકુર ઈસમોએ ગેરકાયદેસર નાર્કોટીક્સના પદાર્થ, કેફી ઔષધો, મન:પ્રભાવી દ્રવ્યોના ગેરકાયદેસર વેપાર, હેરા-ફેરી, વેચાણનાં ગુન્હા આચરેલ હોય તેના વિરૂૂધ્ધ PIT , NDPS એક્ટ 1988, (The Prevention of illicit Traffic in Narcotic Drugs and Psychotropic Substances Act-1988 ) મુજબ વ્યવસ્થિત દરખાસ્ત તૈયાર કરી પોલીસ અધિક્ષક જૂનાગઢ તથા પોલીસ મહાનિરીક્ષક જૂનાગઢ વિભાગ જૂનાગઢ મારફતે અધિક પોલીસ મહાનિદેશક, સી.આઈ.ડી.ક્રાઈમ , ગુજરાત રાજ્ય, ગાંધીનગર તરફ મોકલતા આ ઈસમોની PIT દરખાસ્ત મંજૂર થઈ આવતા, બન્ને ઈસમોને આજરોજ તા.31/08/2025 ના રોજ અટકાયત કરી, આરોપી જાબીર ઈબ્રાહીમ કુરેશી ને મધ્યસ્થ જેલ વડોદરા તથા આરોપી જબ્બાર ઉર્ફે મુજહિદ ઉર્ફે દદુ ઈકબાલ ને મધ્યસ્થ જેલ, સુરત ખાતે ડીટેઈન કરી મોકલી આપવામાં આવેલ છે.