For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બેડી ચોકડી પાસેથી રૂ.1.64 લાખના એમ.ડી. ડ્રગ્સ સાથે રાજકોટ અને પડધરીના બે શખ્સો ઝડપાયા

04:51 PM Jul 18, 2025 IST | Bhumika
બેડી ચોકડી પાસેથી રૂ 1 64 લાખના એમ ડી  ડ્રગ્સ સાથે રાજકોટ અને પડધરીના બે શખ્સો ઝડપાયા

રાજકોટના સોખડા ચોકડી થી બેડી ચોકડી તરફ જતા ઓવરબ્રીજ પાસેથી એસઓજીની ટીમે એકટીવામાં રૂૂ.1.64 લાખના એમ.ડી ડ્રગ્સ સાથે રાજકોટ અને પડધરીના બે શખ્સોને ઝડપી લઇ રૂૂ.2.29 લાખનો મુદ્દમાલ કબજે કર્યો હતો.

Advertisement

રાજકોટ શહરે વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ન ચડે તથા નાકોટીકસ પદાર્થોનું વેચાણ અટકાવવા SAY NO TO DRUGS મિશન અંતર્ગત નાર્કોટીક્સ પદાર્થોનું ખરીદ-વેચાણ કે સેવન કરનારા પેડલરો વિરુધ્ધ કડક કાર્યવાહી કરવા શહેરના પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા સુચનાને પગલે શહેર એસ.ઓ.જી.શાખાના ઇન્ચાર્જ પી.આઈ કે.જે.કરપડા અને એન.વી.હરીયાણીની ટીમને મળેલી સંયુકત બાતમી આધારે સોખડા ચોકડી થી બેડી ચોકડી તરફ જતા ઓવરબ્રીજ પાસેથી એકટીવા મોટરસાયકલ નંબર જી.જે.03.એન.એમ 3503ઉપર નીકળેલા રામ પાર્ક, મોરબી રોડ ઓવરબ્રીજ પાસે, ભાડાના મકાનમાં રહેતા અલ્પેશ રમેશભાઇ તન્ના (ઉ.વ. 32) અને પડધરી ગીતાનગર 100 વારીયા મદ્રાસાની બાજુમાં રહેતા અહેમદ યાકુબભાઇ જેસાણી (ઉ.વ.37) ને રૂૂ.1.64 લાખની કીમતના 16.49 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ઝડપી લીધા હતા. પકડાયેલ અલ્પેશ રમેશભાઇ તન્ના સામે ખેડા સેવાલીયા પોલીસ સ્ટેશન તેમજ ગાંધીગ્રામ પોલીસ મથકમાં નારકોટીકસના અને દારૂૂનો ગુનો નોંધાઈ ચુક્યો છે. રાજકોટ શહેરના પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા ડીસીપી ક્રાઇમ ડો.પાર્થરાજસિંહ ગોહીલ એસીપી ક્રાઇમ ભરત બી.બસીયાની સુચના અને માર્ગદર્શન હેઠળ એસઓજીના ઇન્ચાર્જ પી.આઈ કે.જે.કરપડા, પી.આઈ એન.વી. હરીયાણી, પીએસઆઈ એસ.બી. ઘાસુરા, અરૂૂણભાઇ બાંભણીયા, મૌલીકભાઇ સાવલીયા, અમિતકુમાર ટુંડિયા, કિશોરભાઇ ઘુઘલ, નરપતસિંહ જાડેજા સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement