For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પોપટપરાના નાલા પાસેથી ઓનલાઇન જુગાર રમતા બે શખ્સો ઝડપાયા

04:54 PM Apr 15, 2025 IST | Bhumika
પોપટપરાના નાલા પાસેથી ઓનલાઇન જુગાર રમતા બે શખ્સો ઝડપાયા

પોપટપરાનાં નાલા પાસે જાહેરમા મોબાઇલ પર ઓનલાઇન જુગાર રમતા બે શખ્સોને પ્રનગર પોલીસે દબોચી લીધા હતા પોલીસે બંને પાસેથી અડધા લાખનો મુદામાલ જપ્ત કર્યો છે.

Advertisement

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર પોપટપરાનાં નાલા પાસે જાહેરમા મોબાઇલમા ઓનલાઇન જુગાર રમાતો હોવાની બાતમી મળતા પીએસઆઇ બેલીમ, રીયાઝભાઇ ભીપૌત્રા અને વનરાજભાઇ બોરીચા સહીતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી પ્રદિપ શીતલદાસ હીંદુજા (રહે. પોપટપરા રઘુનંદન સોસાયટી શેરી પ) ને ઝડપી તેનો મોબાઇલ તપાસતા તેમાથી ઓનલાઇન સાઇટ પર પૈસાના ટ્રાન્ઝેકશન થયેલા હોવાનુ જાણવા મળતા તેના પાસેથી પ0 હજારનુ બાઇક અને પાંચ હજારનો મોબાઇલ જપ્ત કર્યો હતો.
બીજા બનાવમા રેલનગરમા લાલ બહાદુર ટાઉનશીપમા રહેતા દિપક રાજકુમાર ટેપાણીને મોબાઇલમા આઇડી બનાવી ઓનલાઇન જુગાર રમતો હોવાનુ જાણવા મળતા તેમને પકડી મોબાઇલ જપ્ત કરવામા આવ્યો છે .

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement