ભગતસિંહ ગાર્ડના પાસેથી 84 હજારનો દારૂ ભરેલી કાર સાથે બે શખ્સો ઝડપાયા
શહેરના યુનિવર્સિટી રોડ પર ભગતસિંહ ગાર્ડના પેસથી પોલીસે દરોડો પાડી 84 હજારનો દારૂ ભરેલી કાર સાથે બે શખ્સોને ઝડપી પાડી રૂા. 7.94 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જ્યારે બીજા દરોડામાં યાગરાજનગરમાંથી 1.89 લાખનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો જો કે, બુટલેગર ફરાર થઈ ગયો હતો.
જાણવા મળતી વિગત મુજબ યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઈ એચ.એન. પટેલ, પીએસઆઈ વી.જી. ડોડિયા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ભગતસિંહ ગાર્ડન પાસે અવાસ ક્વાર્ટર નજીક વિદશી દારૂનું બુકિંગ ચાલતું હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી કારનીતલાશી લેતા વિદેશી દારૂની બોટલ નં. 168 (કિ. 8400) મળી આવી હતી. જેથી પોલીસે અંકિત ઉર્ફે જોગી રાજેશભાઈ જોગી અને ધર્માગ ઉર્ફે પ્રિન્સ પરેશભાઈ સોલંકી (રે. ભગવતીપરા, વિનાયક એપાર્ટમેન્ટ)ને ઝડપી પાડી દારૂ અને કાર મળી કુલ રૂા. 7.94 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. બંને આરોપી અગાઉ પણ દારૂમાં પકડાઈ ચૂક્યા છે. જ્યારે બીજા બનાવમાં યુનિવર્સિટી પોલીસની ટીમે અયોધ્યા ચોક પાસે યાગરાજનગરમાં શખ્સે દારૂ ઉતાર્યો હોવાથી બાતમીના આધારે દરોડો પાડતા પોલીસને જોઈ બુટલેગર નાશી છૂટ્યો હતો. પોલીસે ઘટના સ્થળેથી દારૂની બોટલ નં. 288 (કિં. 1,89, 192) કબ્જે કરી નાશી જનાર વિનય રાજુભાઈ ઉકેડિયા (રે. મનહરપુર)ની શોધખોળ હાથ ધરી છે.