વેરાવળમાંથી 4 કિલો ગાંજા સાથે બે શખ્સો ઝડપાયા
11:41 AM Apr 28, 2025 IST
|
Bhumika
Advertisement
Advertisement
ગીર સોમનાથ એસઓજી પોલીસે વેરાવળ-સોમનાથ બાયપાસ રોડ પર એસ્ટોરિયા હોટલ નજીકથી નશીલા પદાર્થની હેરાફેરી કરતા બે શખ્સોને ઝડપી લીધા છે. પકડાયેલા આરોપીઓ પાસેથી પોલીસે 4 કિલો ગાંજો કબજે કર્યો છે. પોલીસે પકડેલા આરોપીઓની ઓળખ પ્રભાસ પાટણના રહેવાસી સમીરશા રમજાનશા શાહમદાર ફકીર અને અસ્ફાક કાલુભાઈ ગાજી પટણી તરીકે થઈ છે. બંને આરોપીઓ રિક્ષા ડ્રાઈવરનો વ્યવસાય કરે છે.
એસઓજી પોલીસને મળેલી બાતમીના આધારે આ બંને શખ્સોને ગાંજાના જથ્થા સાથે પકડી પાડયા હતા. પોલીસે આ મામલે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂૂ કરી છે. પોલીસ હવે તપાસ કરી રહી છે કે આરોપીઓએ આ ગાંજાનો જથ્થો ક્યાંથી મેળવ્યો હતો અને તેઓ તેને ક્યાં પહોંચાડવાના હતા. સાથે જ વેરાવળ-સોમનાથ વિસ્તારમાં નશીલા પદાર્થનું વેચાણ કરતા અન્ય લોકોની પણ શોધખોળ શરૂૂ કરી છે. (તસ્વીર મીલન ઠકરાર વેરાવળ)
Next Article
Advertisement