જોડિયા પંથકમાં 2400 નંગ ઇંગ્લિશ દારૂની બોટલ સાથે બે શખ્સો ઝડપાયા
કચ્છ થી જામનગર શહેરમાં કાર મારફતે ઇંગ્લિશ દારૂૂની બાટલીનો મોટો જથ્થો ઘુસાડવામાં આવી રહ્યો છે અને જોડિયા પંથકમાંથી કારને જામનગર તરફ લાવવામાં આવી રહી છે જે ચોક્કસ બાતમી ના આધારે ગઈકાલે મોડી રાત્રે એલસીબી ની ટુકડીએ વોચ ગોઠવી હતી.
જે દરમિયાન જી.જે. 37 બી 9981 નંબરની બ્રેજા કાર શંકાસ્પદ હાલતમાં નીકળતાં એલસીબી ની ટુકડીએ તે કાર ને આંતરી લીધી હતી, અને તેને ખોલાવીને અંદર ચેક કરતા જુદી જુદી બ્રાન્ડની 2400 નંગ ઇંગ્લિશ દારૂૂની બાટલીનો માતબર જથ્થો મળી આવ્યો હતો. આથી પોલીસે ઇંગ્લિશ દારૂૂ અને મોબાઈલ ફોન અને કાર વગેરે સહિત કુલ રૂૂપિયા 7.74. હજારની માલમતા કબજે કરી લીધી છે, ત્યારે કારમાં બેઠેલા જામનગર નજીક પાસે રહેતા મુસ્તાક કનુભાઈ સાફિયા નામના સંધિ શખ્સ ઉપરાંત જામનગરમાં નજીક હાપા શિવ શક્તિ સોસાયટીમાં રહેતા સુનિલ જયસુખભાઈ મકવાણા બંનેની અટકાયત કરી લેવામાં આવી છે.
તેઓ સામે જોડિયા પોલીસમાં દારૂૂબંધી ભંગ અંગેનો ગુનો દાખલ કરાવ્યો છે. પોલીસની પૂછ પર જ દરમિયાન ઉપરોક્ત દારૂૂ જામનગરમાં રહેતા સાહિલ મોદી તેમજ સદામ ઉર્ફે મુન્નો એ મંગાવ્યો હોવાનું અને કચ્છના કટારીયા ગામ પાસેથી દારૂૂનો જથ્થો ભરીને લાવ્યા હોવાથી પોલીસે જામનગરના બે રીસીવર અને કચ્છના સપ્લાયર ને ફરારી જાહેર કતી, તેઓની શોધખોળ હાથ ધરી છે. અને તપાસનો દોર કચ્છ સુધી લંબાવ્યો છે.