પોરબંદરના ગેંગરેપના હાઇપ્રોફાઇલ કેસમાં બે શખ્સો ઝડપાયા, નરાધમોની જાહેરમાં સરભરા કરવા માંગ
પોરબંદરમાં તરૂૂણીને કેફી પીણું પીવડાવી પાર્ટી પ્લોટ ખાતે ગેંગરેપ ગુજારવામાં આવ્યો હોવાના ફિટકારજનક બનાવના હાઇપ્રોફાઇલ કેસે શહેરભરમાં ચકચાર મચાવી છે. ગુરૂૂવારે બપોરે બે વાગ્યે પોલીસ ફરિયાદની વિગતો અને આરોપીઓનાં ટૂંકા નામ રાત્રે બાર વાગ્યે જાહેર કરવામાં આવ્યા હતા. આ કિસ્સામાં બે શખ્સોની અટકાયત કરવામાં આવી છે.
ઉદ્યોગનગર પોલીસ મથકમાં તરૂૂણીના પિતાએ નોંધાવેલી પોલીસ ફરિયાદ અનુસાર, જી.આઇ.ડી.સી. રેસિડેન્સીમાં રહેતા જયરાજ દિલીપ સુંડાવદરાએ તા. 22ની રાત્રિના સાડા બાર વાગ્યે તરૂૂણીને નાસ્તો કરવા બહાર જવાનુ કહી લલચાવીને સફેદ લફારી કારમાં લઇ ગયો હતો. ત્યાર બાદ તરૂૂણીને કેફી પીણું પીવડાવી વનાણા પાસે આવેલા વૃન્દાવન પાર્ટી પ્લોટમાં લઇ જવામાં આવી હતી.
અહીં જયરાજ દિલીપ સુંડાવદરા, રાજ અને મલ્હારે તરૂૂણી પર ક્રમશ: દૂષ્કર્મ આચર્યું હતું. બાદમાં મલ્હાર અને રાજ બન્ને તેણીને ચોપાટી ખાતે, અને ત્યાંથી કાળા રંગની કારમાં ગામમાં લઇ ગયા હતા. અહીં રાજે તરૂૂણીને લીંબુપાણી પીવડાવ્યું હતું. ત્યાર બાદ ફરી ચોપાટી ખાતે પીડિતાને લઇ જવામાં આવી હતી અને વહેલી સવાર સુધી ત્યાં જ રાખી સવારે 4.30 વાગ્યે મલ્હાર અને રાજે તરૂૂણીને તેના ઘર પાસે મુકી ગયા હતા.સામૂહિક દૂષ્કર્મના આ બનાવમાં પોલીસના નાઇટ પેટ્રોલિંગ પર પણ સવાલો ઉભા થાય છે.
તરૂૂણીને રાતભર ચોપાટી તથા આસપાસના વિસ્તારોમાં ફેરવવામાં આવી આ સમયે રાત્રિના પેટ્રોલિંગ કરતી પોલીસના ધ્યાને આ કેમ ના આવ્યું ? નેત્રમના સીસીટીવી કેમેરામાં પણ રાત્રીના આ ઘટનાનું મોનિટરિંગ કેમ ના થયું તેવા વેધક સવાલો ઉભા થયા છે. ઉપરાંત વૃન્દાવન પાર્ટી પ્લોટ ખાતે પોલીસે તપાસ કરતાં ત્યાં સીસીટીવી કેમેરા નહીંં હોવાનું જાણવા મળ્યું હતું. વાસ્તવમાં પાર્ટીપ્લોટ ખાતે લગ્ન સહિત અનેક સમારંભ યોજાતા હોય છે, ત્યાં સી.સી.ટી.વી.ની સુવિધા ન હોય તે બાબત પણ શંકા જન્માવે છે. સંસ્કારી અને શાંત ગણાતી સુદામા નગરીને પાશ્ચાત્ય સંસ્કૃતિની હવા લાગી હોવાનો આ કિસ્સો સમાજ તથા વાલીઓ માટે લાલબત્તી સમાન બની રહ્યો છે. ગેંગરેપના આ કેસમાં આરોપીઓ મોટા માથાં છે. જયરાજ દિલીપ સુંડાવદરા, મલ્હાર અને રાજ નામના શખ્સોેએ પોતાની હવસ સંતોષ્યા બાદ તરૂૂણીના હાથ અને પગમાં સિગારેટના ડામ આપી જઘન્ય કૃત્યની હદ વટાવી છે. આ ત્રણેય નરાધમોની પોલીસ જાહેરમાં સરભરા કરે તેવું લોકો ઇચ્છી રહ્યા છે.