બજરંગવાડીના વેપારીની સ્કોર્પિયો બે ગઠિયા ભાડે લઇ ગયા બાદ ફરાર
બજરગવાડીના વેપારીની 10 લાખની સ્કોર્પિયો બે ગઠિયા ભાડે લઈ ગયા બાદ પરત ના આવતા અંતે વેપારીએ ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.વધુ વિગતો મુજબ,મોરબી રોડ પર રાધા મીરા પાર્કમાં રહેતાં ભાવેશભાઈ અમરશીભાઈ સોખડ (ઉ.વ.30) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે પરેશ અરજણ વાઢેર અને સાગર ખાના પરમાર નામના શખ્સનું નામ આપી જણાવ્યું હતું કે, તેઓ બજરંગવાડી પોલીસ ચોકી સામે આઈ-મોગલ કાર રેન્ટ નામની ઓફીસ ચલાવે છે. તેઓ ભાગીદારમાં અલગ અલગ ગાડીઓ ભાડેથી આપે છે.
ગઈ તા. 29 ના બપોરના ત્રણ વાગ્યાની આસપાસ પરેશ વાઢેરનો આવ્યો અને કહ્યુ કે મારે સ્કોર્પીયો ગાડી ભાડે જોઇએ છે એમ વાત કરતા અમારે આ સ્કોર્પીઓ ગાડી એક દિવસ ભાડે આપવાની જરૂૂરી વાતચીત કરી ભાડા પેટે કુલ 1000 રુપિયા આપવાનુ નક્કી થયુ અને પરેશે તેના વોટ્સ-એપ નંબર પરથી તેને તેના ડોક્યુમે-ટ આધાર-કાર્ડ અને ડ્રાઇવિંગ લાઇસન્સના ફોટા મોકલ્યા બાદ ડીલ નક્કી થઈ અને ત્યારબાદ તેણે કહ્યુ કે, હુ ગાડી લેવા આવુ છુ.ત્યારબાદ તે ગાડી લેવા ન આવતા તેને ફોન કર્યો, અને ફોનમાં પરેશે મને કહ્યુ કે હુ એસ્ટ્રોન ચોક છુ થોડી વારમા આવુ છુ તેથી મે તેને કહ્યુ કે હુ એસ્ટ્રોન ચોક બાજુ આવુ છુ અને ગાડી ત્યા તમને આપી દઉં તેમ વાત થતા સ્કોર્પિયો લઈને એસ્ટ્રોન ચોક ખાતે ગયો અને ત્યા આ પરેશભાઈ વાઢેર અને સાગર ખાના પરમાર હતા.
આથી તેમના ડોક્યુમેન્ટ લીધા અને જોઇ તપાસી તેના ફોટા પાડી તેમને પાછા આપી દીધા ત્યારબાદ સાગર પરમારે જણાવેલ કે તમને આ ગાડી કાલે પાછી આપી દઇશુ અને ગાડી ભાડા પેટે રુપિયા 6,000 રોકડા તે લોકોએ આપેલ અને તા. 30/06ના રોજ ગાડી પાછી આવી જશે એમ નક્કી થયુ હતું.ત્યારબાદ આ બન્ને લોકો સ્કોર્પીઓ ગાડી લઈને ત્યાથી જતા રહેલ. ત્યારબાદ તા. 30/06ના બપોરના સમયે આ ગાડી ભાડે આપવાના એગ્રીમેન્ટનો સમય પૂરો થતા પરેશ વાઢેરને ફોન કરતા તેઓ મને કહ્યું કે રાતે આઠ વાગ્યે ગાડી પાછી દઉં ત્યારબાદ આ પરેશને અવાર નવાર ફોન કરતા તે મને વાયદા આપતો રહ્યો અને ગાડી પાછી આપી નહીં ત્યારબાદ તેણે ફોન સ્વીચ કરી નાખેલ હતો. બનાવ અંગેની ફરીયાદ પરથી ગાંધીગ્રામ પોલીસે કાર્યવાહી કરી હતી.