મોરબીમાં વ્યાજખોરીની વધુ બે ફરિયાદ
યુવાનની કાર અને ત્રણ સ્કૂટર પડાવી લીધા, બીજા બનાવમાં મારી નાખવાની ધમકી
મોરબી શહેરમાં રહેતા યુવક તથા તેના પિતાએ અલગ અલગ સમયે અને અલગ અલગ જગ્યાએ આરોપીઓ પાસેથી વ્યાજે રૂૂપિયા લિધેલ હોય જેનું ઉંચુ વ્યાજ તથા મુળ રકમ ચૂકતે નહી કરી શકતા વ્યાજખોરોએ પઠાણી ઉઘરાણી કરી માર માર્યો હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મોરબીમાં ગૌરાંગ શેરી પારેખ શેરી પ્રતિભા એપાર્ટમેન્ટમાં -201 માં રહેતા ઉમંગભાઈ બિમલભાઈ મકવાણા (ઉ.વ.21) એ આરોપી પ્રકાશભાઇ ઉર્ફે બાબુભાઇ મનસુખભાઇ રાઠોડ, તુફેલ અલીભાઇ ગલરીયા, અનિરૂૂધ્ધસિંહ ઉર્ફે કાળો જામભા જાડેજા, હસન અલી બ્લોચ, હીરાભાઇ દેવસીભાઇ રબારી, જુબેર અલીભાઇ ગલરીયા, ભાવીક વિમલભાઇ સેજપાલ, ઇન્દ્રજીત ગજેન્દ્રસિંહ ઝાલા રહે બધા મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીએ તથા ફરીયાદિના પિતાએ આરોપીઓ પાસેથી અલગ અલગ સમયે વ્યાજે રૂૂપીયા લીધેલ હોય જેનુ ઉચુ વ્યાજ તથા મુળ રકમ ચુકતે ન કરી શકતા આરોપીઓએ ફરીયાદી તથા ફરીયાદીના ભાઇ તથા પિતા પાસે પઠાણી ઉઘરાણી કરી તેમજ ફરીયાદીના ભાઇના જીવને જોખમમા નાખીને ફરીયાદી પાસેથી રૂૂપીયા લઇ લીધેલ હોય તેમજ ફરીયાદી પાસેથી આરોપીઓએ એકટીવા નંગ- 03 તથા એક સ્વીફટ કાર (01) લઇ લીધેલ હોય તેમજ ફરીયાદી તથા સાહેદોને ભુંડી ગાળો બોલી ઢીકા પાટુનો માર મારી ચેક રિટર્ન કરાવી કેસ કરવાની ધમકીઓ આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બીજી ઘટના મોરબીના સામાકાંઠે રહેતા યુવકે જે તે સમયે એક શખ્સ પાસેથી વ્યાજે રૂૂપિયા લિધેલ હોય જે મૃત્યુ પામતા તેના ભાઈએ યુવકને ઓફિસે બોલાવી વ્યાજની ઉઘરાણી કરી યુવકને ગાળો આપી રૂૂબરૂૂ તથા ફોન પર જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે. મોરબીના સામાકાંઠે વિદ્યુતનગર પાછળ વિક્રમવાડી વિસ્તારમાં રહેતા હેમંતભાઈ ઘોઘાભાઈ સુરેલા (ઉ.વ.32) એ આરોપી અશોકસિંહ ઉર્ફે બબભા બહાદુરસિંહ ઝાલા રહે. ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જાહેર કર્યું હતું. ફરીયાદિએ આરોપીના મોટાભાઇ શકિતસિંહ બહાદુરસિંહ ઝાલા પાસેથી 4,00,000 રૂપીયા 3% વ્યાજે લિધેલ હોય બાદ તેઓ મરણ જતા આરોપી અશોકસિંહ ઉર્ફે બબભા ઝાલાએ પોતાના ભાઇએ આપેલ વ્યાજસહીતના રૂૂપીયા પાછા આપવા ફરીયાદિને પોતાની ઓફીસે બોલાવી તેમજ ફોન પર જેમફાવે તેમ ગાળો આપી પોતે એક મર્ડર કરેલ છે અને તેમાંથી છુટીને આવેલ છુ અને તારૂૂ મર્ડર કરતા વાર નહી લાગે તેમ કહી ફોન ઉપર તેમજ રૂૂબરૂૂમા જાન થી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.