મોરબીના ચકચારી જમીન કોભાંડમાં મહિલા સહિત વધુ બે આરોપીની ધરપકડ
મોરબીના ચકચારી વજેપર સર્વે નંબર 602 જમીન કોભાંડમાં અગાઉ મહિલા સહીત બે આરોપીને ઝડપી લીધા બાદ હવે તપાસ વધુ તેજ બની છે CID ક્રાઈમની ટીમે ખોટા સોગંધનામાં કરી દીકરી તરીકે ઓળખ આપનાર અને બેંક ખાતા ખોલી કોભાંડમાં મદદગારી કરનાર વધુ બે આરોપીને ઝડપી લીધા છે અને હવે મુખ્ય આરોપીઓ પણ થોડા દિવસોમાં જેલના સળિયા પાછળ ધકેલાય તેવી ચર્ચા જોવા મળી રહી છે.
વજેપર સર્વે નંબર 602 જમીન કોભાંડમાં પોલીસે અગાઉ હેતલ ભોરણી યા અને ભરત દેગામાંને ઝડપી લઈને જેલહવાલે કર્યા હતા અને CID ટીમ મોરબી ખાતે સતત તપાસ કરી રહી હોય વધુ બે આરોપીઓ શાંતાબેન પરમાર અને સાગર રબારીને ઝડપી લીધા છે જે અંગે માહિતી આપતા CID ડીવાયએસપી આર એસ પટેલે જણાવ્યું હતું કે શાંતાબેન પરમારે ખોટા વારસાઈ નોંધ કરાવી સોગંધનામું કરી દીકરી તરીકે એન્ટ્રી લીધી હતી અને જમીન મુખ્ય આરોપી સાગર ફૂલતરીયાને વેચી છે તેમજ આરોપી સાગર રબારીએ શાંતાબેનને શોધી કાઢી ખોટું પાનકાર્ડ બનાવી અને ખોટા એકાઉન્ટ ખોલાવ્યા હતા શાંતાબેનને સહી કરતા પણ ના આવડતી હતી અને બેંક ખાતા માટે સાગર રબારીએ સહી કરી ખાતું ખોલાવ્યું હતું તેવી માહિતી પ્રાપ્ત થઇ છે.
તો મુખ્ય આરોપી સાગર ફૂલતરીયા સહિતના આરોપીની ધરપકડ ક્યારે થશે તેવા સવાલનો જવાબ આપતા ડીવાયએસપીએ જણાવ્યું હતું કે ફરિયાદીએ પોતાના નિવેદન અને અરજીઓમાં કુલ 17 આરોપીના નામો આપ્યા છે તપાસ ચાલી રહી છે જે આરોપી વિરુદ્ધ પૂરતા પુરાવાઓ પ્રાપ્ત થશે તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે.