For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જિલ્લા ગાર્ડન પાસે કપડાં લેવાના પૈસા માગી બે શખ્સોની મિત્રને ધમકી

04:57 PM Nov 25, 2024 IST | Bhumika
જિલ્લા ગાર્ડન પાસે કપડાં લેવાના પૈસા માગી બે શખ્સોની મિત્રને ધમકી
Advertisement

શહેરના જીલ્લા ગાર્ડન પાસે આવેલી ફર્નીચરની દુકાનમાં બેઠેલા યુવાન પાસે કપડા લેવાના પૈસા માંગી બે મિત્રોએ જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસમાં ફરીયાદ નોંધવામાં આવી છે.મળતી વિગતો મુજબ બાપુનગર પાસે રહેતા મોહિતભાઇ હરેશભાઇ રાઠોડ નામના યુવાને ધર્મેશ ભનુ પરમાર અને તેમના ભાઇ હિતેશ પરમાર વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી છે. જેમાં મોહિતે ફરીયાદમાં જણાવ્યુ હતુ કે પોતે જીલ્લા ગાર્ડન ગેટની સામે ગુરૂકૃપા સ્ટીલ ફર્નીચર નામના શોરૂમમાં છેલ્લા 3 વર્ષથી પ્રાઇવેટ નોકરી કરે છે અને ગઇકાલે પોતે દુકાને હતો ત્યારે તેમના બંને મિત્રો ધર્મેશ અને હિતેશ ત્યા આવી પહોંચ્યા હતા અને બંનેએ મોહીત પાસેથી કપડા લેવાના પૈસા માંગી ધમકી આપી હતી.તેમજ આરોપીઓ ત્યાથી એકટીવા લઇ ભાગી જતા તેમની તલવાર ત્યાંજ પડી ગઇ હોવાનુ ફરીયાદમાં જણાવતા બંને શખ્સોની ભકિતનગર પોલીસે શોધખોળ શરૂ કરી છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement