આટકોટના ગુંદાળા ગામે ખેતરમાંથી બે શખ્સો મગફળી ચોરી ગયા
12:27 PM Oct 02, 2025 IST | Bhumika
આટકોટના ગ્રામપંચાયત પાસે રહેતા લાલજીભાઈ ભીખાભાઈ હીરપરાની ગુંદાળા ગામે આવેલી વાડીમાં તેમણે મગફળીનું વાવતેર કર્યું હોય તેમાં ક્યારા માંથી મગફળીનો જથ્થો બહાર કાઢી રાખ્યો હતો. દરમિયાન ગઇકાલે રાતે આટકોટના જાનીભાઈ સાડમિયા અને રવી સાડમિયા નામના બંને શખ્સો લાલજીભાઈની વાડીમાં ગેરકાયદેસર રીતે ઘુસી ગયા અને વાડીના ક્યારા માં કાઢેલી રૂૂ.7000ની કીમતની મગફળીનો જથ્થો ચોરી ગયા હતા. આ અંગેની જાણ લાલજીભાઈને થતા મગફળી ચોરી કરનાર આટકોટના જાની સાડમિયા અને રવિ સાડમિયા સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી બન્નેની શોધખોળ શરૂૂ કરી છે.
Advertisement
Advertisement
