તાલાલામાં જુગાર કલબ ચલાવતા બે શખ્સોની પાસા હેઠળ અટકાયત
ભુજની ખાસ જેલમાં ધકેલી દેતાં જિલ્લા મેજિસ્ટ્રેટ
ગીર સોમનાથ જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિ આચરતો ઈશમો ઉમેશ રતીલાલ ભરાડ અને અજય રતીલાલ ભરાડ, બન્ને રહે.જલંધર, તા.માળિયા હાટીના કે તેઓ સહઆરોપીઓ સાથે મેળાપીપણું કરીને તાલાલા ખાતે આવેલ ધ પ્રીમિયમ રીસોર્ટમાં અનાધિકૃત રીતે લોકોને જુગાર રમાડવાની પ્રવૃતિ કરતા કુલ રૂૂ.28,49,700/- ની રોકડ રકમ સહિત પોલીસ રેઇડ દરમ્યાન પકડાતા,તેઓ વિરુદ્ધ તાલાલા પો. સ્ટે. ખાતે મુંબઈ જુગાર પ્રતિબંધ અધિનિયમ-1987ની કલમ-4 અને 5 હેઠળ ગુન્હો નોંધાયેલ હતો.
આ ઈશમો તેઓના અંગત આર્થિક ફાયદા અને હિત ખાતર સમાજના અન્ય લોકોને પણ આવી ગેરકાયદેસર અને ગુન્હાહિત પ્રવૃતિ તરફ ઘસડી જઈ,તેઓના ગુન્હાહિત નેટવર્ક વધારવાથી લોકો જુગારની રમવાની ખરાબ આદતે ચડી જાય છે અને આર્થિક રીતે પાયમાલ થઈને ગુનાહિત પ્રવૃતિ તરફ વળી જાહેર સુલેહશાંતી જાળવવામાં બાધારૂૂપ બને છે.જેથી આ ઈસમો જાહેર વ્યવસ્થાને પ્રતિકૂળ હોઈ તેવી પ્રવૃતિ કરતા હોવાની અને ભવિષ્યમાં પણ આવી ગુન્હાહિત પ્રવૃત્તિ ચાલુ રાખીને જાહેર વ્યવસ્થાની જાળવણીમાં બાધારૂૂપ બનવાના કારણો જણાતા તેની તાત્કાલિક અટકાયત કરવી આવશ્યક હોઈ જેથી તેને આવા જાહેર સુલેહશાંતી વિરુદ્ધનાં કૃત્ત્યો કરતો અટકાવવા સારું ગીર સોમનાથ જિલ્લા મેજિસ્ટ્રેટે તા.12/06/2025ના રોજ પાસા ધારા તળે અટકાયત કરવા હુકમ કરતા બને ઈશામોને ખાસ જેલ, ભુજ ખાતે મોકલી આપવામાં આવેલ છે.