ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

જૂનાગઢમાં આર્થિક મજબૂરીનો ફાયદો ઉઠાવી છાત્રા પર બે શખ્સોનું દુષ્કર્મ

12:38 PM Oct 04, 2025 IST | Bhumika
Advertisement

પૈસાની મદદ અને નોકરીની લાલચ તેમજ પરિવારને જાણ કરવાની ધમકી આપી વારંવાર દેહ અભડાવતા, એકની ધરપકડ અન્યની શોધખોળ

Advertisement

જુનાગઢ શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આર્થિક મદદ મેળવવાની અને નોકરી અપાવવાની લાલચ આપીને બે યુવકે એક અભ્યાસ કરતી યુવતી પર વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ કેસમાં જુનાગઢના મધુરમ વિસ્તારમાં રહેતા પ્રફુલ ઉર્ફે પ્રથમ વેગડા અને ડુંગરપુર ગામના ભરત ચાવડા વિરુદ્ધ જુનાગઢ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા આરોપી ભરત ચાવડાની ધરપકડ કરી લીધી છે, જ્યારે અન્ય આરોપી પ્રફુલ વેગડાને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ સમગ્ર મામલે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.

જુનાગઢના ડીવાયએસપી હિતેશ ધાંધલીએ આ મામલે વિગતો આપતા જણાવ્યું હતું કે સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 27 વર્ષીય ભોગ બનનાર યુવતીએ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી યુવતી જુનાગઢમાં રહીને અભ્યાસ કરી રહી હતી. વર્ષ 2023થી 2025 દરમિયાન જ્યારે તે હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતી હતી, ત્યારે નોકરી માટે ફોર્મ સબમિશન અને આર્થિક જરૂૂરિયાતના કારણે નોકરીની જાહેરાત દ્વારા યુવતીનો સંપર્ક મધુરમમાં રહેતા પ્રફુલ ઉર્ફે પ્રથમ વેગડા સાથે થયો હતો.

આરોપી પ્રફુલ વેગડાએ યુવતીને આર્થિક મદદ કરવાની અને નોકરી આપવાની લાલચ આપીને સૌપ્રથમ મધુરમ ખાતે તેના ઘરે જઈ યુવતી સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. શરીર સંબંધ બાંધ્યા બાદ પ્રફુલ યુવતીને વારંવાર બ્લેકમેલ કરી, તેના પરિવારને જાણ કરવાની ધમકી આપીને તેની મરજી વિરુદ્ધ શરીરસંબંધ બાંધતો રહ્યો હતો.

ત્યારબાદ પ્રફુલ વેગડાના મિત્ર ડુંગરપુરના ભરત ચાવડાએ આ સંબંધોની જાણ યુવતીના પરિવારને કરી સમાજમાં બદનામ કરવાની ધમકી આપી બ્લેકમેલ કરી હતી. ભરત ચાવડાએ પણ જયશ્રી રોડ પર આવેલા એક ગેસ્ટ હાઉસમાં યુવતીની મરજી વિરુદ્ધ દુષ્કર્મ ગુજાર્યું હતું. આમ, બંને આરોપીઓ પ્રફુલ વેગડા અને ભરત ચાવડાએ યુવતી પર દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. પોલીસે આરોપી ભરત ચાવડાની ધરપકડ કરી છે અને અન્ય આરોપી પ્રફુલ વેગડાને પકડવા માટે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Tags :
crimegujaratgujarat newsJunagadhJunagadh NEWSrape
Advertisement
Next Article
Advertisement