ખાંભાના ડેડાણમાં 15 વર્ષની સગીરા પર બે શખ્સોનું દુષ્કર્મ
12:56 PM Jul 29, 2025 IST | Bhumika
એકે મળવા બોલાવી દુષ્કર્મ ગુજાર્યુ, બીજાએ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હવસનો શિકાર બનાવી
Advertisement
ખાંભાના ડેડાણમાં 15 વર્ષીય સગીરા સાથે બે બે વખત દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. તેમજ વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયર કરી સગીરને મારી નાખવાની ધમકી આપવા મુદ્દે ત્રણ શખ્સો સામે ખાંભા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.
ખાંભા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે એકાદ વર્ષ પૂર્વે મીત પ્રવીણભાઈ ચૌહાણ નામના શખ્સે જામકા રોડ ખાતે આવેલા ઘરે સગીરાને બોલાવી સાથે દુષ્કર્મ કર્યું હતું. ઉપરાંત અરમાન ઈરફાન પડાયા નામના શખ્સે સગીરાને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી આદીલ રહીમભાઈ કચરાની વાડીએ લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે ખાંભા પોલીસ મથકમાં મીત પ્રવિણભાઈ ચૌહાણ, અરમાન ઈરફાનભાઈ પડાયા અને આદીલ રહીમભાઈ કચરા નામના શખ્સ સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો.
Advertisement
Advertisement