કેકેવી ચોક પાસે બે શખ્સે મહિલાની છેડતી કરી માર માર્યો
શહેરની ભાગોળે ભાવનગર રોડ પર મહીકા ગામનાં પાટીયા પાસે રહેતી પરણીતા કેટરર્સનાં કામેથી રીક્ષામા બેસી પરત ફરતી હતી ત્યારે કેકેવી ચોક પાસે બે અજાણ્યા શખ્સોએ પરણીતાની છેડતી કરી પકડ વડે માર માર્યો હતો . અને પરણીતા પાસેથી આઇફોન ઝૂંટવી લીધો હોવાનો આક્ષેપ સાથે પરણીતાને સારવાર માટે ખસેડવામા આવી હતી.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ ભાવનગર રોડ પર મહીકાનાં પાટીયા પાસે રહેતી રપ વર્ષીય પરણીતા સાંજનાં સાડા પાચેક વાગ્યાનાં અરસામા કેકેવી હોલ પાસે હતી . ત્યારે બે અજાણ્યા શખ્સોએ પકડ વડે માર માર્યો હતો. પરણીતાને ઇજા પહોંચતા તાત્કાલીક સારવાર માટે સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવી હતી. આ અંગે સિવીલ હોસ્પીટલ પોલીસ ચોકીનાં સ્ટાફે માલવીયા નગર પોલીસને જાણ કરતા માલવીયા નગર પોલીસ મથકનો સ્ટાફ સિવીલ હોસ્પીટલ ખાતે દોડી ગયો હતો.
પ્રાથમીક પુછપરછમા પરણીતાએ આક્ષેપ કર્યો છે કે તેણી કેટરર્સનાં કામે ગઇ હતી અને ત્યાથી રીક્ષામા કેકેવી ચોક પાસે પરત ફરી હતી . ત્યારે બે શખ્સોએ તેની છેડતી કરી પકડ વડે માર મારી આઇફોન જુટવી લીધો હોવાનુ આક્ષેપ કરવામા આવ્યો છે. આક્ષેપનાં પગલે માલવીયા નગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.