આટકોટ પાસે ચીલઝડપ કરનાર રાજકોટના બે શખસોની ધરપકડ
આટકોટ નજીક ગોંડલ ચોકડી પાસે ગત તા. 28-5 નાં બનેલા ચીલઝડપનાં બનાવમા રાજકોટ ગ્રામ્ય એલસીબીએ મહીલાનાં ગળામાથી સોનાનાં ચેઇનની ચીલઝડપ કરનાર રાજકોટનાં બે શખસોને ઝડપી લઇ રૂ. 1.26 લાખની રોકડ સહીત 2.76 લાખનો મુદામાલ કબજે કર્યો છે.
મળતી વિગતો મુજબ આટકોટનાં ગોંડલ ચોકડી પાસે મોટર સાયકલ લઇને વીરનગર તરફ જતા દંપતીની પાછળ મોટર સાયકલ લઇને આવેલા બે શખસોએ ગત તા. 28-5 નાં રોજ મહીલાનાં ગળામાથી સોનાનાં ચેઇનની ચીલઝડપ કરી હતી. આ મામલે પોલીસ ફરીયાદ નોંધાયા બાદ રાજકોટ ગ્રામ્ય એલસીબી અને આટકોટ પોલીસે કરેલી તપાસમા ગ્રામ્ય એલસીબીને ચીલઝડપમા વપરાયેલ મોટર સાયકલનાં આધારે રાજકોટનાં નાણાવટી ચોક પાસે રાજ રાજેશ્ર્વરી સોસાયટીમા રહેતા વૃશાંત ઉર્ફે શ્યામ વિજયભાઇ ધનેશા અને ગોપાલ ચોક ગુરુજી નગરમા રહેતા નીષીત હરેશ ચોકસીની સંડોવણી હોવાનુ ખુલતા આ બંનેની ધરપકડ કરી તેમની પાસેથી રોકડ સહીત રૂ. 2.76 લાખનો મુદામાલ કબજે કર્યો છે.
પકડાયેલ વૃશાંત સામે રાજકોટ ઉપરાંત અમરેલી, સાવરકુંડલા, જામનગર, સુરત અને જુનાગઢ તેમજ જેતપુરમા 9 જેટલા ગુના નોંધાયેલા છે. જયારે નીશીત સામે રાજકોટ, જુનાગઢ અને જેતપુરમા 3 ગુના નોંધાયેલા છે. જીલ્લા પોલીસ વડા હિમકરસિંઘની સુચનાથી એલસીબીનાં પીઆઇ વી. વી.ઓડેડરા સાથે ટીમનાં પીએસઆઇ એચ. સી. ગોહીલ, રવીદેવભાઇ બારડ, બ્રીજરાજસિંગ, રોહીતભાઇ બકોત્રા, વકારભાઇ આરબ, બાલકૃષ્ણ ત્રીવેદી, અમીતભાઇ કનેરીયા, મહીપાલસિંહ ચુડાસમા, ધર્મેશભાઇ બાવળીયા સહીતનાં સ્ટાફે કામગીરી કરી હતી.