સુરેન્દ્રનગરમાં ખનીજ અધિકારીઓ ઉપર વોટસએપ ગ્રૂપથી વોચ રાખનાર ખેરાલુના બે શખ્સો ઝડપાયા
જિલ્લામાં ખાણખનીજ ખાતાના અધિકારીઓએ ધોસ બોલાવીને ખનીજ ચોરી કરતા શખસો સામે તવાઇ બોલાવીને વાહનો ડિટેઇન કરવાની કામગીરી હાથ ધરી હતી. જેમાં વોટ્સએપ ગ્રુપથી અધિકારીઓ ઉપર વોચ રાખતા હોવાની હકીકત મળતા 63 શખસ સામે ફરજમાં રૂૂકાવટનો ગુનો દાખલ કર્યો હતો. જેમાં ખેરાલુ તાલુકાના વધુ 2 આરોપીને એસઓજીની ટીમે પકડી લીધા હતા.
સુરેન્દ્રનગર ખાણખનીજ વિભાગે ડિટેઇન કરેલા ડંપરને રાજેશ ચૌહાણ નામનો આરોપી છોડાવવા માટે આવ્યો હતો. તેના મોબાઇલની તપાસ કરતા વોટ્સએપ ગ્રુપ બનાવેલું હતું. જેમાં અધિકારીઓ અને સ્ટાફની અવરજવાર અંગેની વિગતોના મેસેજ મૂકવામાં આવેલા હતા. આથી ખાણખનીજ ખાતાના સાહિલભાઇ પટેલે ગ્રૂપમાં રહેલા 63 શખસ સામે ફરજમાં રૂૂકાવટનો ગુનો જોરાવરનગર પોલીસ મથકે દાખલ કર્યો હતો. જેમાં એલસીબી પીઆઇ જે.જે.જાડેજાએ આપેલી સૂચના અનુસાર પેરોલ ફર્લોના પીએસઆઇ એન.એ.રાયમા અને અસ્લમખાન મલેકે મૂળ મહેસાણા જિલ્લાના ખેરાલુના કેસરપુરામાં રહેતા બળવંત દોનાજી ઠાકોર, ડાભોડાના અરસનજી ઉર્ફે હર્ષદ શાંતુજી ઠાકોરની ધરપકડ કરીને જોરાવરનગર પોલીસને સોંપી આપ્યા હતા.