ગોંડલના ખાદ્યતેલના વેપારી પાસેથી 300 ડબ્બા મંગાવી કડીના બે શખ્સોએ 5.45 લાખનો ધુંબો મારી દીધો
ગોંડલના નાગડકા રોડ પર રાજહસ રેસીડેન્સીમાં રહેતા મહિલા વેપારીની ભોજપરા ગામે આવેલ મમતા ઇન્સ્ટ્રીઝ જેમાં ખાદ્યતેલનો વેપાર કરે છે તેઓને મહેસાણાના કડીના બે ગઠીયાઓને 300 જેટલા તેલના ડબ્બા મંગાવી જેનુ બીલ રૂા6.45 લાખ થાય તેની સામે માત્ર 1 લાખ રૂપિયા આપ્યા હતા અને બાકીના રૂા.5.45 લાખ ન આપી અને બહાના બતાવી વિશ્ર્વાધાત તેમજ છેતરપિંડી કરતા મહિલા વેપારીએ ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
વધુ વિગતો મુજબ ગોંડલના રાજહંસ સોસાયટીમાં રહેતા અલ્પાબેન દિપક કુમાર શાહ (ઉ.વ.50)એ મહેસાણાના કડી તાલુકાના કરશનપુરા ગામમાં રહેતા રાજેશ અમૃત પટેલ અને જીજ્ઞેશ રજની પટેલ સામે 5.45 લાખની ઠગાઇ કર્યાની ફરિયાદ નોંધાવી છે. આ મામલે ગોંડલ તાલુકા પોલીસ મથકના એએસઆઇ કર્મરાજ સિંહ તપાસ ચલાવી રહ્યા છે. અલ્પાબેન તેમની ફરિયાદમા જણાવ્યુ હતું કે, તેઓને ભોજપરા ગામે મમતા ઇન્ટસ્ટ્રીઝ નામે ખાદ્યતેલનો વેપાર કરે છે અને બહારના જિલ્લાના ઓર્ડર મુજબ વેંચાણ કરે છે.
તેઓને કડીના રાજેશ પટેલનો કોલ આવ્યો હતો અને તેમણે જણાવ્યુ હતું કે, તેઓને પોતાની પેઢી રાંદલ કૃપામાં ખાદ્યતેલની જરૂરીયાત હોય છે. જેથી તેઓ મોટો ઓર્ડર આપશે. તેમજ રાજેશભાઇ સાથે જીજ્ઞેશભાઇ પટેલ પણ પાર્ટનર છે. 2020થી અલ્પાબેન ખાદ્યતેલનો વેપાર કરતા હોય તેમજ રાજેશ પટેલને તેલની જરૂરીયાત ઉભી થતા 24/4ના રોજ ખાદ્યતેલના ડબ્બા મંગાવ્યા હતા. જેના રૂપિયા તેઓએ તુરંત મોકલી દીધા હતા. ત્યારબાદ આ રાજેશે 150 તેલના ડબ્બા મંગાવ્યા હતા. જેની કિં 3.19 લાખ થાય જે પૈસા આપવાના બાકી હતા અને ત્યારબાદ ફરી 150 તેલના મંગાવ્યા હતા. જેની કિં.3.25 લાખ થાય આમ આ બંનેએ તેલના 300 ડબ્બા મંગાવી જેની કુલ કિ.6.45 લાખ થયા જેની સામે માત્ર 1 લાખ રૂપિયા ચૂકવ્યા હતા. બાકીના રૂપિયાની ઉઘરાણી કરતા આરોપીએ બહાનુ કાઢયુ કે તેની ઓફિસે જીએસટીની રેડ પડી છે. બાદમાં મહિલા વેપારીને શંકા જતા તેઓએ મહેસાણાના કડી ખાતે આરોપીની પેઢી અંગે તપાસ કરતા જાણવા મળ્યુ કે, પાર્ટી ઉઠી ગઇ છે અને અન્ય વેપારીઓ સાથે પણ છેતરપિંડી કરી છે. આ મામલે બંનેને ઝડપી લેવા પોલીસે તપાસ શરૂ કરી હતી.