રાજકોટની મહિલા પાસેથી ડ્રગ્સ લઈને જતા જેતપુરના બે શખ્સોને ગોંડલ પાસેથી પકડ્યા
ગોંડલમાં આશાપુર ચોકડી પાસેથી રાજકોટ ગ્રામ્ય એસઓજીની ટીમે એકિટવામાં નીકળેલા જેતપુરના બે શખ્સોને અટકાવી તલાશી લેતા તેમની પાસેથી ત્રણ ગ્રામ એમ.ડી ડ્રગ્સ મળી આવ્યું હતું.પોલીસે રૂૂ.1,27,800 નો મુદામાલ કબજે કર્યો હતો.જેતપુરનો ધીરજ રાજકોટની મહિલા પાસેથી માદક પદાર્થ લાવ્યો હોવાનું અને આ તેની ચાલુ માસમાં ત્રીજી ખેપ હોવાનું માલુમ પડયું છે.
રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ દ્રારા ગેરકાયદે માદક પદાર્થ રાખી હેરાફેરી કે,વેચાણ કરતા પેડલરો ઉપર વોચ રાખી તેની સામે કાયદેસર કાર્યવાહી કરવા સુચના આપી હોય રાજકોટ જિલ્લા પોલીસ વડા હિમકર સિંહ દ્રારા રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં એન.ડી.પી.એસ. એકટ મુજબના વધુમાં વધુ કેસો કરવા સુચના આપી હોય જે અનુસંધાને એસ.ઓ.જી પીઆઇ એફ.એ.પારગીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ ભાનુભાઈ.સી.મીયાત્રા તથા ટીમ પેટ્રોલીંગમાં હતી.દરમિયાન એ.એસ.આઈ જયવિરસિંહ રાણા, ઇન્દ્રસિંહ જાડેજા,પ્રહલાદસિંહ રાઠોડ,અરવિંદભાઈ દાફડાને બાતમી મળી હતી કે,ધીરજ ચંદ્રશેખરભાઈ સિંગ તથા સમીર સલીમભાઇ દલ (રહે બન્ને જેતપુર) એક્ટીવામાં ગેરકાયદે રીતે નશાકારક પાવડરનો જથ્થો રાખી રાજકોટથી જેતપુર તરફ જઇ રહ્યા છે.આ બાતમીના આધારે ગોંડલ આશાપુરા ચોકડી ખાતે વોચ ગોઠવી હતી.
આ દરમિયાન ટીમે ધીરજ ચંદ્રશેખરભાઈ સિંગ (ઉ.વ.21 રહે. જેતપુર ગુજરાતીની વાડી ભાવીકનગર બ્લોક નં-1) અને સમીર સલીમભાઇ દલ (ઉ.વ. 20 રહે. જેતપુર ગુજરાતીની વાડી ભાવીકનગર) ને ઝડપી લઇ તેમની પાસેથી મેફેડ્રોન નશાકારક પાવડર 2.930 ગ્રામ જેની કિં.રૂૂ. 29300 મળી આવ્યો હતો.જેથી પોલીસે આ માદક પદાર્થ અને એક્ટીવા રૂૂ.80,000, મોબાઇલ ફોન નંગ -2 કિંમત રૂૂપીયા-10,000/- કુલ રૂૂ-1,27,800 નો મુદામાલ કબજે કર્યો હતો.ઝડપાયેલા બંને આરોપીઓમાં ધીરજ સીંગ મુખ્ય આરોપી છે અગાઉ દારૂૂના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકયો છે.માદક પદાર્થ તે રાજકોટમાં રહેતી મહિલા પાસેથી લાવી જેતપુરમાં બંધાણીઓને વેચતો હતો.ચાલુ માસમાં આ તેની ત્રીજી ખેપ હોવાનું માલુમ પડયું છે.ત્યારે આ શખ્સને માદક પદાર્થ સપ્લાય કરનાર રાજકોટ મહિલાને ઝડપી લેવા પોલીસે તપાસ હાથ ધરી છે.