મારામારીમાં સંડોવાયેલા અવધ ઢાળ ક્વાર્ટરનાં બે શખ્સો પાસામાં ધકેલાયા
રાજકોટ શહેરમા ગુનાખોરીનો ગ્રાફ વધવા પામ્યો છે ત્યારે ગુનાખોરી આચરતાં શખ્સોને પાસા તળે ધકેલવાની પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાની ઝુંબેશ અંતર્ગત વધુ બે શખ્સને પાસામાં ધકેલી દેવાયા છે. જેના વોરન્ટની બજવણી તાલુકા પોલીસે કરી છે.
શરીર સંબંધી ગુનામાં સામેલ એવા બે શખ્સો સામે પાસાની કાર્યવાહી થઇ છે. કાલાવડ રોડ અવધના ઢાળ પાસે આંબેડકરનગર આવાસ યોજના કવાર્ટર એ-308માં રહેતાં વિજય ત્રિભુવનભાઈ સોલંકી (ઉ.વ.ર1) તેમજ આંબેડકરનગર ક્વાર્ટર એ-312માં રહેતાં અલ્પેશ ઉર્ફ અપુડી નરેશભાઇ મકવાણા (ઉ.વ.27)ને પાસામાં ધકેલવાની દરખાસ્ત જેસીપી મહેન્દ્ર બગડીયા. ડીસીપી રાકેશ દેસાઇ. એસીપી બી. જે. ચૌધરીના માર્ગદર્શનમાં તાલુકા પોલીસે તૈયાર કરી હતી. જેને પોલીસ કમિશનરે મંજુર કરી હતી. તે અંતર્ગત વિજયને વડોદરા જેલમાં અને અલ્પેશ ઉર્ફે અપુડાને સુરત જેલમાં ધકેલવા હુકમ કર્યો હતો.
આ બંને શખ્સો મારામારીના ગુનાઓમાં સામેલ હતાં. પીઆઇ ડી. એમ. હરીપરા, પીએસઆઇ એચ. એમ. મહારાજ, એએસઆઇ ભાવેશભાઇ પરમાર, દિપકભાઇ રાઠોડ, અજયભાઇ ભુંડીયા, કોન્સ. કાનજીભાઈ જારીયા, ભીખુભાઇ મૈવડ, મયુરસિંહ જાડેજા, નિકુંજભાઇ મારવીયા, બળભદ્રસિંહ જાડેજા, કુલદીપસિંહ જાડેજા અને પીસીબીના એમ. જે. હુણ, રાજુભાઇ દહેકવાલે વોરન્ટ બજવણી કરી હતી.
