પરિક્રમા સહિત વિવિધ જિલ્લામાં મોબાઈલ ચોરતા બે શખ્સ રાજુલામાંથી ઝડપાયા
જે અન્વયે રાજુલા પો.સ્ટે.ના પોલીસ ઇન્સ. વી.એમ.કોલાદરા નાઓએ ચોરી અથવા છળ કપટથી મુદ્દામાલ મેળવી ગુનાને અંજામ આપી નાસી ગયેલ આરોપીઓ અંગે પેટ્રોલીંગ ફરી ખાનગી બાતમીદારો મારફતે આરોપી અંગે ચોકકસ બાતમી મેળવી, ચોરીના ગુનાને અંજામ આપનાર આરોપીઓને ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે પકડી પાડી જીલ્લાના પો.સ્ટે.માં બનેલ મિલ્કત સબંધી ગુન્હાઓ ડીટેક્ટ કરવા રાજુલા પો.સ્ટેના સર્વેલન્સ સ્કોડને જરૂૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે પેટ્રોલીંગ દરમ્યાન ખાનગી રાહે બાતમી મેળવી બે શકમંદ ઇસમોને ચોરી અથવા છળ કપટથી મેળવેલ કુલ-10 મોબાઇલ સાથે પકડીપાડી ચલાલા પો.સ્ટે.ના ઘરફોડ મોબાઇલ ચોરીના અનડીટેકટ ગુન્હાનો ભેદ રાજુલા પોલીસે ઉકેલ્યો હતો.
પોલીસે (1) અમીતભાઇ વિજયભાઇ સોલંકી (ઉ.વ.24) ધંધો. મજુરી રહે. ચલાલા, દાનેવ સોસાયટી અને (2)અલ્પેશભાઇ મુકેશભાઇ સોલંકી (ઉ.વ.19) ધંધો. મજુરી રહે. ચલાલા, ફાટક પાસે તા.ધારી જી.અમરેલી વાળાને રૂા. 48 હજારના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. જુનાગઢ લીલી પરિક્રમામા ગયેલ ત્યારે અલગ અલગ લોકોની નજર ચુકવીને ખીસ્સામાંથી કાઢી લઇ ચોરી કરેલ હોવાની કબુલાત આપી હતી. તેમજ અલગ અલગ જિલ્લાઓના બસ સ્ટેશન તેમજ ભીડ ભાડ વાળી જગ્યાએથી મુસાફરોના ખિસ્સામાં રાખેલ મોબાઇલ ફોન તેઓની નજર ચુકવી ચોરી કરતા હોવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે.
આકામગીરી માં અધિ. તથા કર્મચારીઓ આ કામગીરી રાજુલા પો.સ્ટે.ના પોલીસ ઇન્સપેકટર વી.એમ.કોલાદરા ની સુચના અને માર્ગદર્શનથી સર્વેલન્સ સ્કોડના હેડ.કોન્સ મધુભાઇ નથુભાઇ પોપટ તથા હરપાલસિંહ વિક્રમસિંહ ગોહિલ તથા હેડ કોન્સ હરેશભાઇ ભાયાભાઈ વાળા તથા હેડ કોન્સ. હરેશભાઈ નાનજીભાઇ બાંભણીયા તથા પો.કોન્સ. રવીભાઇ બાબુભાઇ વરૂૂ તથા ઘનશ્યામભાઇ હસમુખભાઇ મહેતા નાઓ દ્વારા કરવામાં આવેલ છે.