ઘંટેશ્ર્વરમાં દીકરીને માર મારવા મામલે સમજાવવા ગયેલા યુવાનને બે શખ્સોએ માર માર્યો
ઘંટેશ્ર્વરમા પુત્રીને માર મારવા મામલે સમજાવવા ગયેલા પિતાને બે શખ્સોએ માર માર્યો હતો આ ઘટનામા ગાંધીગ્રામ પોલીસે ફરીયાદ નોંધી હતી.
વધુ વિગતો મુજબ નાણાવટી ચોક પાસે ધરમનગર આવાસ યોજનાના કવાર્ટરમા રહેતા શૈલેષભાઇ રામગીરી ગૌસ્વામી નામના પ્રૌઢે ઘંટેશ્ર્વરમા રહેતા કિશોર મનુ છાવરાણી અને ફારૂક ઉર્ફે મુન્નો બશીર મલેકનુ નામ આપતા તેમની સામે ફરીયાદ નોંધવામા આવી છે. શૈલેષે ફરીયાદમા જણાવ્યુ હતુ કે પોતે ડ્રાઇવીંગ કામ કરે છે અને તેમણે શિતલ સાથે બીજા લગ્ન કર્યા છે જેમા તેમને સંતાન નથી તેમજ શૈલેષ અગાઉ ભાવના નામની મહીલા સાથે લગ્ન કર્યા હતા જેમા તેમણે સંતાનમા નાના ભાઇ ગીરીશની પુત્રીને દતક લીધી હતી તેમજ 14 વર્ષ પહેલા ભાવના સાથે છુટાછેડા થઇ જતા આ દિકરી ભાવના સાથે ઘંટેશ્ર્વર રપ વારીયામા રહેતી હતી અને ભાવનાએ આ કિશોર થાવરાણી સાથે કોર્ટ મેરેજ કર્યા છે. આજથી 6 દિવસ પહેલા શૈલેષ બેંગ્લોર ગયો હતો.
ત્યારે દિકરીનો ફોન આવ્યો હતો અને તેમણે જણાવ્યુ હતુ કે માતા ભાવનાબેન અને કિશોરભાઇ ઝઘડો કરતા હતા જેમા દિકરી વચ્ચે પડતા તેમને કિશોરે માર માર્યો હતો. ત્યારબાદ શૈલેષે બેંગ્લોરથી રાજકોટ આવી કિશોરના ઘરે પહોંચી સમજાવ્યુ કે તમે પતિ - પત્ની ઝઘડતા હોય તેમા મારી દિકરીનો શું વાંક ? જેથી કિશોર ઉશ્કેરાઇ ગયો હતો અને તેમણે અજયને માર માર્યો હતો તેમજ ત્યા પાડોશમા રહેતો ફારૂક પણ છરી લઇ ધસી આવ્યો હતો અને તેમણે કિશોરને હાથ પર છરીનો છરકો કરતા તેમને લોહી નીકળવા લાગ્યા હતા આ મામલે ગાંધીગ્રામ પોલીસે ફરીયાદ નોંધી તપાસ શરૂ કરી છે.