રેલનગર સ્મશાન પાસે બગીચામાં પરિવાર સાથે ગયેલા પ્રૌઢ પર બે શખ્સોનો છરીથી હુમલો
શહેરનાં પોપટપરા મેઇન રોડ પર મીયાણાવાસમા રહેતા મુસ્લીમ પ્રૌઢ તેમનાં પરીવાર સાથે ગઇકાલે રવીવારે રાત્રીનાં સમયે રેલનગર સ્મશાનની સામે આવેલા બગીચામા ગયા હતા. આ સમયે તેમની 19 વર્ષની દીકરી સામે ત્યા બગીચામા આવેલા ત્રણેક શખસો ગંદા ઇશારા કરતા હોય ત્યારે પ્રૌઢ જોઇ જતા તેઓને ટપારવા ગયા હતા. જેથી ઉશ્કેરાયેલા આરોપીઓએ છરી વડે પ્રૌઢ પર હુમલો કરી વાંસામા અને બેઠકનાં ભાગે ચારેક ઘા ઝીકી દેતા તેઓને સારવાર માટે સિવીલ હોસ્પીટલે ખસેડવામા આવ્યા હતા. આ અંગે પ્રનગર પોલીસ મથકનાં સ્ટાફે ગુનો નોંધવા તજવીજ શરૂ કરી છે.
વધુ વિગતો મુજબ પોપટપરા મેઇન રોડ મીયાણાવાસમા રહેતા ફતેહમહંમદ ઇલ્યાસભાઇ બાબરીયા (ઉ.વ. પ1) રાત્રીનાં સમયે તેઓનાં પરીવાર સાથે રેલનગર મેઇન રોડ પર સ્મશાનની સામે આવેલા બગીચામા આંટો મારવા ગયા હતા. આ સમયે ત્યા હાજર કિશન, અજીત અને તેની સાથેનાં અજાણ્યા શખસો પણ ત્યા હોય ત્યા તેઓ ફતેહમહંમદભાઇની દિકરી સામે ગંદા ઇશારા કરતા હોય જેની જાણ થઇ જતા ફતેહમહંમદ ભાઇ તેઓને સમજાવવા ગયા હતા. જેને પગલે આરોપીઓ ઉશ્કેરાયા હતા. અને આરોપીઓએ છરી વડે ફતેહમહંમદભાઇને બેઠકનાં ભાગે અને વાંસાનાં ભાગે ચારેક ઘા ઝીકી દીધા હતા. ત્યારબાદ આરોપીઓ ત્યાથી ધમકી આપી જતા રહયા હતા.
ત્યારબાદ ઘવાયેલા ફતેહમહંમદભાઇને સારવાર માટે તુરંત સિવીલ હોસ્પીટલે લઇ જવામા આવ્યા હતા. તેઓ મજુરી કામ કરી પરીવારનુ ગુજરાન ચલાવે છે. આ મામલે પ્રનગર પોલીસ મથકમા એન્ટ્રીની નોંધ થતા ઇનવેમા રહેલા સ્ટાફે ફરીયાદીની ફરીયાદ નોંધવા અને તેમની દિકરીનુ નિવેદન લેવા તજવીજ શરૂ કરી છે.