ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ગણપત નગરમાં પાન મસાલો આપવા પ્રશ્ર્ને વેપારી પર બે શખ્સોનો છરી વડે હુમલો

01:07 PM May 12, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

ઇજાગ્રસ્ત થતા સારવારમાં ખસેડાયો, ફરિયાદ

Advertisement

જામનગરમાં ગણપત નગર વિસ્તારમાં પાનની દુકાન ચલાવતા એક વેપારી ઉપર પાન મસાલા આપવાના મામલે બે શખ્સોએ તકરાર કરી છરી વડે હુમલો કર્યા ની ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવી છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં દિગજામ સર્કલ પાસે રહેતા અને ગણપત નગર વિસ્તારમાં પાનની દુકાન ચલાવતા અજય જીવરાજભાઈ પરમાર નામના 27 વર્ષના વેપારીએ પોતાના ઉપર છરી વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે સાગર ઉર્ફે એસ. કે. અને તેના એક સાગરીત સામે ફરિયાદ નોંધાવી છે. જયારે ઇજાગ્રસ્ત યુવાનને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર આપવી પડી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી વેપારી ગઈકાલે રાત્રે પોતાની દુકાને પાન મસાલા નો વેપાર કરતો હતો, જે દરમિયાન બંને આરોપીઓ પાન-મસાલો ખાવા આવ્યા હતા, અને પોતાને ઝડપથી પાન મસાલા આપવા બાબત તકરાર કરી હતી, અને વેપારી યુવાન પર છરી વડે હુમલો કરી દીધો હોવાનું પોલીસમાં જાહેર થયું છે. જેવુંઆરોપીઓ ભાગી છૂટ્યા હોવાથી પોલીસ બંનેને શોધી રહી છે.

Tags :
crimegujaratgujarat newsjamnagarjamnagar news
Advertisement
Advertisement