બોટાદમા બિયર ભરેલી કાર સાથે બે શખ્સોને ઝડપી લીધા
12:17 PM Dec 02, 2025 IST
|
Bhumika
Advertisement
બોટાદ જિલ્લા LCB પોલીસે ઝરીયા ગામ નજીક દારૂૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. ચોક્કસ બાતમીના આધારે પોલીસે એક ફોરવ્હીલર કારમાંથી 87 બિયરના ટીન જપ્ત કર્યા હતા.
Advertisement
પોલીસને માહિતી મળી હતી કે બે શખ્સો પાળીયાદ તરફથી દારૂૂ ભરેલી કારમાં ઝરીયા ગામ તરફ આવી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે રસ્તા પર વોચ ગોઠવી હતી. બાતમીવાળી કાર પસાર થતાં જ પોલીસે તેને રોકી તલાશી લીધી હતી.
તલાશી દરમિયાન કારમાંથી કુલ 87 બિયરના ટીન મળી આવ્યા હતા. પોલીસે કારમાં સવાર રામ ખાચર અને અજીત ભોજકની ધરપકડ કરી છે. તેમની સામે પ્રોહિબિશન કાયદા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે દારૂૂ અને કાર સહિત કુલ 2.15 લાખ રૂૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Next Article
Advertisement