દોઢ લાખ ભાડાની લાલચમાં 23 લાખનો દારૂ ભરી રાજકોટ આવેલ બે શખ્સો ઝડપાયા
રાજકોટ-અમદાવાદ હાઇવે પર કુવાડવા પરથી દારૂૂ ભરેલો ટ્રક પસાર થવાનો હોવાની બાતમીને આધારે એલસીબી- ઝોન-1ના પી.એસ.આઈ વી.બી.બોરીસાગર અને ટીમે કીષ્ના વોટરપાર્ક નજીકથી વોચ ગોઠવી હતી દરમ્યાન ટ્રક નંબર જીજે 25 યુ 5382 ત્યાંથી પસાર થતા તેને રોકાવતા પોલીસને જોતા જ ટ્રકની કેબિનમાંથી નવાગામ રંગીલા સોસાયટીમાં રહેતા બૂટલેગર જયંતી રાઘવ ચૌહાણે કૂદકો મારી ભાગી ગયો હતો.
ટ્રક માંથી રૂૂ.22.93 લાખની કીમતની 3456 બોટલ દારૂૂનો જથ્થો મળી આવતા પોલીસે દારૂૂ-મોબાઈલ.ટ્રક સહીત રુ.33 લાખનો મુદામાલ સાથે દ્રારકાના મોખાણા ગામના ટ્રકચાલક હીરા ચનાભાઈ સાવધારીયા અને નાથા બીજલભાઈ સાવધારીયાને ઝડપી લીધા હતા. જયારે નવાગામની રંગીલા સોસાયટીમા રહેતો કુખ્યાત બુટલેગર જયંતી ચૌહાણ ફરાર થઈ ગયોહતો. એલસીબી ઝોન-1 ની ટીમે પુછપરછ કરતા પ્રાથમિક તપાસમાં ટ્રકચાલક હીરા ચનાભાઈ સાવધારીયા અને નાથા બીજલભાઈ સાવધારીયા વાડીનારથી રાજસ્થાન કોલસો લઇ ગયા હતા અને બાડમેર કોલોસો ખાલી કર્યા બાદ પરત આવતા હતા ત્યારે એક શખસનો સંપર્ક થયો હતોઅને રાજકોટ દારૂૂ પહોંચાડવા માટેથી રૂૂ1.50 ભાડાની લાલચ આપતા બન્ને શખસોએ રાજસ્થાનના ભીમ ગામેથી દારૂૂનો જથ્થો ભરી લીધો હતો. અને ચોટીલા પહોંચી ફોન કરવા કહ્યું હતું ચોટીલા પહોચ્યા બાદ રાજસ્થાનના શખ્સને ફોન કરતા સફેદ કલરનો શર્ટ પહેરેલ શખ્સને ટ્રકમાં બેસાડી એ શખ્સ જ્યાં કહે ત્યાં દારૂૂ ઉતારવાની વાત કરી હતી.ટ્રકમાં બેસેલ શખ્સ રાજકોટનો બુટલેગર જયંતી ચૌહાણ હતો. જે નાશી છૂટવામાં સફળ રહ્યો હતો.ઇન્ચાર્જ પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડિયા અને ડીસીપી ઝોન-1 સજ્જનસિંહ પરમારની સુચનાથી એલસીબી ઝોન-1 ના પી.એસ.આઈ વી.બી.બોરીસાગર અને ટીમે કામગીરી કરી હતી.