કાલાવડ રોડ પર રંગોલી પાર્કમાં કાર ચોરી કરનાર બે શખ્સો ઝડપાયા
શહેરના કાલાવડ રોડ પર આવેલ રંગોલી પાર્કમાં રહેતી મહિલાના ફ્લેટની નીચે પાર્ક કરેલી કારની ચોરી કરનાર બે શખ્સોને ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ ઝડપી લીધા હતા.મળતી વિગતો મુજબ કટારીયા ચોકડી કાલાવાડ રોડ પાસે રંગોલી પાર્ક સી વીંગ 1403માં રહેતી જીજ્ઞાબેન જયેશભાઇ બરારીયાના જેઠ અમિતભાઇ દેવાયતભાઇ બરારીયાની માલીકીની જીજે03જેસી 5012 જે પાર્કીંગમા છેલ્લા પંદરેક દિવસ પહેલા પાર્ક કરેલ હતી અને ત્યારબાદ ગત તા-28/01/2025 ના રોજ ચોરી થઈ હતી.
આ બાબતે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી પોલીસે સીસીટીવી ફૂટેજ ના આધારે તપાસ કરતા આ ચોરીમાં બે શખ્સોની અવરજવર દેખાઈ હતી.કારનું બન્ને કારનું બોનેટ ખોલતા હતા અને ત્યારબાદ તેઓ ધક્કો મારી ત્યાંથી કાર ક્યાંય લઇ જતા હોય તેવુ જોવામા આવતા ક્રાઈમ બ્રાન્ચે આ મામલે તપાસ કરી કાર ચોરી કરનાર ગેસના બાટલા માં મજૂરી કામ કરતા કમલેશ કાના લોખિલ અને કલરકામ કરતાં માનવ વિજય ચંદાવત નામના રાજસ્થાની શખ્સની ધરપકડ કરી આઈ 10 કાર કબજે કરી હતી.ક્રાઇમ બ્રાન્ચના પી.આઈ એમ.આર.ગોંડલીયા, એલ. એલ.ડામોર તથા પીએસઆઇ એ.એન.પરમાર અને તેમની ટીમે કામગીરી કરી હતી.