ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા બે શખ્સો ઝબ્બે
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના સણખલા ગામે મેઈન બજારમાં ચિરાગ સાર્દુલભાઈ ડેર નામના 46 વર્ષના શખ્સ દ્વારા માન્યતા પ્રાપ્ત મેડિકલ પ્રેક્ટિસ માટેની ડિગ્રી વગર પોતે ડોક્ટર હોવાનું જણાવી, દવાખાનું ખોલીને દર્દીઓની સારવાર કરવામાં આવતી હોવાનું ખુલવા પામ્યું હતું.
આથી એસ.ઓ.જી. પોલીસે ફરિયાદી બની અને ઉપરોક્ત સ્થળેથી તબીબી સાધનો, દવાઓ વિગેરેનો જથ્થો કબજે કરી અને લોકોની જિંદગી અથવા શારીરિક સલામતી જોખમમાં મુકાય તેવું કૃત્ય કરવા સબબ ચિરાગ ડેરની અટકાયત કરવામાં આવી હતી.
અન્ય એક કાર્યવાહીમાં એસ.ઓ.જી. પોલીસ દ્વારા ઓખા મંડળના બેટ દ્વારકા વિસ્તારમાંથી તુષાર રમણીકભાઈ પટેલ (ઉ.વ. 45, રહે. સુરજકરાડી) ને પણ ડિગ્રી વગર લોકોની તબીબી સારવાર કરતા ઝડપી લઇને વિવિધ મુદ્દામાલ કબજે કરી, તેની સામે બી.એન.એસ. તથા મેડિકલ પ્રેક્ટિસ એક્ટ હેઠળ કાર્યવાહી કરી હતી.
ખંભાળિયાના યુવાનને સોશિયલ મીડિયા પર ધમકી અપાતા ફરિયાદ
ખંભાળિયામાં ગોવિંદ તળાવ વિસ્તારમાં આવેલા ધરાર નગર ખાતે રહેતા ચંદુભાઈ અરજણભાઈ રૂૂડાચ નામના 42 વર્ષના ગઢવી યુવાનને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક માં શ્રી આહિર નામની આઈડી પરથી વિવિધ પ્રકારે ધમકી આપવા સબબ ઉપરોક્ત ફેસબુક આઈ.ડી.નો વપરાશ કરનાર હમીર કારૂૂભાઈ કંડોરીયા ઉર્ફે હમીર બારાડી સામે ખંભાળિયા પોલીસ મથકમાં જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધાયો છે.
