સીકલીગર ગેંગના બે શખ્સો પાસામાં
રાજકોટ અને અમદાવાદમાં ચોરીના છ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકેલા સીકલીગર ગેંગના બે શખ્સોની પોલીસે પાસા તળે અટકાયત કરી જેલ હવાલે કર્યા છે. અટકાયત કરાયેલામાં પોપટસીંગ ગોકુલસીંગ પટવા (ઉ.વ.37) અને શેરૂૂસીંગ સુનિલસીંગ પટવા (ઉ.વ.25) (રહે. બંને સીંગલ ફળિયુ, ગોદી રોડ, રેલવે સ્ટેશન્પાછળ,દાહોદ)નો સમાવેશ થાય છે. માલવીયાનગર પોલીસે બંનેને અનુક્રમે જામનગર અને પોરબંદરની જેલમાં ધકેલવા તજવીજ શરૂૂ કરી છે.
પોપટસીંગ અગાઉ રાજકોટ અને અમદાવાદમાં ચોરીના છ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકયો છે તેમજ પાસાની પણ હવા ખાઈ ચુકયો છે. જયારે શેરૂૂસીંગ રાજકોટ-અમદાવાદમાં ચોરીના ત્રણ ગુનામાં સંડોવાઈ ચુકયો છે.આ કામગીરી કરનાર માલવિયાનગર પોલીસના પીઆઇ જે.આર.દેસાઇ, પીએસઆઇ એમ.જે.ધાંધલ,એ.એસ.આઇ. શૈલેષભાઇ ખીહડીયા, હિરેનભાઇ પરમાર, મહેશભાઇ રૂૂદાતલા, અજયભાઇ વિકમા, દિનેશભાઇ બગડા, ચિત્રકેતુસિંહ ઝાલા, મનીષભાઇ સોઢિયા અને પીસીબીના પીઆઇ એમ.આર. ગોંડલીયા, એ.એસ.આઇ. રાજુભાઇ દહેકવાલ અને ઇન્દ્રજીતસિંહ સિસોદીયાએ કરી હતી.