For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બાઈકના શો રૂમમાં ચોરી કરનાર આંતરરાજ્ય ગેંગના બે ઝડપાયા

01:20 PM Jan 01, 2025 IST | Bhumika
બાઈકના શો રૂમમાં ચોરી કરનાર આંતરરાજ્ય ગેંગના બે ઝડપાયા

મુંબઈમાંથી દબોચી લેવાયા: 16 ગુનાની કબૂલાત આપી: અન્યની શોધખોળ શરૂ

Advertisement

જામનગર માં બે અઠવાડિયા પહેલા મોટરસાયકલના એક શોરૂૂમમાંથી રૂૂ. 2,37,440 ની રોકડ રકમ ની ચોરી નો ગુનો નોંધાયો હતો. પોલીસે આ બનાવવા ની તપાસ કરી ને બે આરોપીઓ ને ઝડપી પાડ્યા છે. જ્યારે ત્રીજા આરોપી ને મુંબઈ પોલીસે પકડી પડ્યો છે, જેને જામનગર લાવવામાં આવી રહ્યો છે. આમ ચોરી ના ગુના નો ભેદ ઉકેલવા માં જામનગર ની સિટી પ એ પ ડિવિઝન પોલીસ ટીમ ને સફળતા સાપડી છે. ઝડપાયેલા મુખ્ય આરોપી સામે મુંબઈ પંથકમાં 16 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે.

જામનગર શહેરમાં બનતા ઘરફોડ ચોરીના અનડિટેક્ટ ગુન્હા શોધવા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ ની તથા નાયબ પોલીસ અધિક્ષક જયવિરસિંહ એન. ઝાલા ની સુચના મુજબ, જામનગર સીટી એ. ડીવી. પો.સ્ટે. ના પોલીસ ઇન્સપેકટર એન.એ.ચાવડા ના માર્ગદશન મુજબ તપાસ.ચલાવાઈ રહી હતી.દરમ્યાન ગત તા.18/12/2024 ના રોજ જામનગર રણજીતસાગર રોડ ઉપર આવેલ અવધ ઓટો મોબાઇલ્સ (મોટર સાયકલ શો રૂૂમ) માંથી કુલ રોકડા રૂૂ . 2,37,440 ની રોકડ રકમ ની ચોરી થવા પામી હતી .

Advertisement

જે ગુન્હો શોધી કાઢવા અંગે પોલીસ સ્ટાફ ના માણસો બનાવ સ્થળ ના કમાન્ડ કંટ્રોલ ના સી.સી.ટી.વી. ફુટેઝ આધારે તેમજ ટેકનીકલ એનાલીસીસ આધારે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પોલીસ સ્ટાફ ને તેમના અંગત બાતમીદારો થી સંયુક્ત હકિકત મળેલ હોય કે જામનગર બાઇક નાં શો રૂૂમ માં ચોરી નાં.બનાવ ને અંજામ આપનારાઓ પૈકી ના બે આરોપીઓ યતીન પ્રવિણભાઇ સિન્દ્રોજા ( ઉવ. 36) રહે. અંધેરી વેસ્ટ, મુંબઇ તથા નેપાળી સુનીલ શીવ પરીહાર જાતે (ઉવ.28) રે. મહારાષ્ટ્ર મૂળ નેપાળ હાલ મુંબઈ માં છે .આથી જામનગર ની પોલીસ ટુકડી એ મુંબઈ પહોંચી બંને આરોપીઓ ને ઝડપી લીધા હતા. જેમને જામનગર લાવવામાં આવ્યા છે.

આમ ગણતરીના દિવસો માં બાઈક શોરૂૂમ ની ચોરી નો ભેદ ઉકેલવામાં પોલીસ ને સફળતા સાપડી છે. બન્ને ઇસમો પાસેથી રોકડા 3-13,500 તથા બે મોબાઇલ ફોન કિ.રૂૂ- 9,000 મળીઆવતાં ઉપરોકત ગુન્હાના મુદામાલ તરીકે કબ્જે કરી તેઓ ની અટક કરી રીમાન્ડ મેળવી આગળ ની તપાસ તજવીજ ચાલુ છે.

ઉપરાંત આ ચોરી નાં ગુના મા ઉમેશ ઉર્ફે બિરેન્દ્ર માનબહાદુર માઝી (મૂળ નેપાળ હાલ રહે. પુન્ના, મહારાસ્ટ) જનક ઉર્ફે ડી.કે. મનીરામ સોની રહે સુરત અને કમલ ખત્રી (. મુંબઇ) ની સંડોવણી ખુલવા પામી છે.જેમાં ઉમેશ ઉર્ફે વીરેન્દ્ર નામના આરોપી ને મુંબઈ પોલીસે ઝડપી લીધો છે જેને જામનગર લાવવામાં આવી રહ્યો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement