મોરબીમાં પેસેન્જરના ગજવા હળવા કરતી રિક્ષા ગેન્ગના બે સભ્યો ઝબ્બે
મોરબીના ઉમિયા સર્કલ પાસે રીક્ષામાં મુસાફર બેસાડી ગરદી કરી પેસેન્જરની નજર ચૂકવી ખિસ્સામાં રહેલ રોકડ રૂૂ 12,000 ની ચોરી કરનાર બે ઇસમોને ઝડપી લઈને પોલીસે ચોરી થયેલ રોકડ રકમ અને રીક્ષા સહિતનો મુદામાલ કબજે લીધો છેગત તા 29-09 ના રોજ મોરબીના શનાળા રોડ પર ઉમિયા સર્કલ પાસેથી એક વ્યક્તિને રીક્ષામાં બેસાડી પેસેન્જરની નજર ચૂકવી ખીસામાં રહેલ રોકડ રૂૂ 12,000 ની ચોરી થયાની એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી જે ગુનાની તપાસ એલસીબી ટીમે ચલાવી હતી નેત્રમ પ્રોજેક્ટ સીસીટીવી ફૂટેજ ચેક કરી અગાઉ આવા ગુનામાં પકડાયેલ આરોપીને ચેક કરવા અને હુમન સોર્સીસની મદદથી કામગીરી કરતા વીસી હાઈસ્કૂલ પાછળ મંગલભુવન રોડ પર રીક્ષા જીજે 03 સીટી 0220 વાળીમાં બે અજાણ્યા ઈસમો રાજકોટથી મોરબી આવ્યાની બાતમી મળી હતી જે ચોરી કરવાની ટેવવાળા હોવાનું જાણવા મળ્યું હતું.
જેથી બંનેની પૂછપરછ કરતા દસેક દિવસ પહેલા શનાળા રોડ પર ઉમિયા સર્કલથી એક મોટી ઉમરના વ્યક્તિને રીક્ષામાં બેસાડી ચાલક અને પાછળના બંને ઇસમોએ ઈશારો કરી નવા બસ સ્ટેન્ડ નજીક સ્પીડ બ્રેકર આવતા પેસેન્જરની નજર ચૂકવી ખિસ્સામાંથી રૂૂ 12,000 ની ચોરી કરી તે વ્યક્તિને ઉતારી રૂૂપિયા લઈને રાજકોટ જતા રહ્યા હોવાનું જણાવ્યું હતું એલસીબી ટીમે આરોપી નિર્મળ ધીરૂૂભાઈ ઉધરેજીયા અને સોહિલ ઉર્ફે ભોલો હારૂૂન ઉર્ફે હકાભાઇ પરમાર રહે બંને રાજકોટ વાળાને ઝડપી લઈને ચોરી થયેલ રોકડ રૂૂ 12,000 અને સીએનજી રીક્ષા જીજે 03 સીટી 0220 કીમત રૂૂ 70,000 સહીત કુલ રૂૂ 82,000 નો મુદામાલ જપ્ત કર્યો છે અન્ય આરોપી અમિત ઉર્ફે બુચો રાજુભાઈ ડોડીયા રહે રાજકોટ વાળાનું નામ ખુલ્યું છે આરોપી અમિત ડોડીયા વિરુદ્ધ રાજકોટમાં બે અને આરોપી નિર્મલ વિરુદ્ધ રાજકોટમાં એક ફરિયાદ નોંધાયેલી હોવાનું જાણવા મળ્યું છે